– નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વસ્તરે ઉચ્ચ સ્થાને બેસાડી દીધું
– શી-જિનપિંગ સાથેની મંત્રણામાં મોદીએ સરહદી વિવાદ, વૈશ્વિક સલામતી અને ત્રાસવાદ અંગે ચર્ચા કરી : સાથે સંબંધો સુધારવા સંમત
નવી દિલ્હી : ચીનના તિયેનજિનમાં મળેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓની) પરિષદમાં વિશ્વના વિવિધ દેશોની સરકારોના વડાઓ વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા થઈ. નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ શી-જિનપિંગ સાથે લંબાણપૂર્વક સઘન ચર્ચા કરી હતી. વિશ્વની બે પ્રબળ મહાસત્તાઓના નેતાઓએ મોદીની વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, તે સાથે ભારતની વૈશ્વિક પ્રતિભા પણ ઉપસી આવી હતી.