અધિકારીઓનો તઘલખી નિર્ણય
રાતના આઠ વાગ્યા બાદ શૌચાલયને તાળા મારી દેતા ખુલ્લામાં બાથરૃમ જવાની નોબત ઃ રાત્રીના શૌચાલય શરૃ રાખવા માંગ
સુરેન્દ્રનગર – સરકાર દ્વારા એક તરફ એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરોની સુવિધાઓ માટે મોટીરકમની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ બીજી બાજુ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે મુસાફરોને સુવિાઓ મળવાને બદલે હાલાકી ભોગવવાનો વારો આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં રાતના સમયે દિવ્યાંગ તેમજ મહિલાઓના શૌચાલયને તાળુ મારી દેતા હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, જુનાગઢ સહિતના જીલ્લાઓમાં મોટીસંખ્યામાં મુસાફરો એસટી બસમાં મુસાફરી કરે છે જેમાં લાંબા રૃટની એસટી બસોનો સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ખાતે સ્ટોપેજ હોવાથી રાત્રીના સમયે પણ મુસાફરોની બસ સ્ટેન્ડમાં અવર-જવર જોવા મળે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં સથાનીક એસટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા દરરોજ રાતના ૮-૦૦ વાગ્યા દિવ્યાંગો અને મહિલાઓના શૌચાલય અને બાથરૃમને તાળા મારી દેવામાં આવે છે જેના કારણે રાત્રીના સમયે મુસાફરી કરતા મહિલાઓ અને દિવ્યાંગોને બહાર બાથરૃમ માટે જવાનો વારો આવતા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. એક તરફ સરકાર દ્વારા એસટી બસ સ્ટેન્ડમાં સુવિધાઓની વાતો કરવામાં આવે છે પરંતુ બીજી બાજુ સ્થાનીક એસટી વિભાગની જો હુકમી અને તઘલખી નિર્ણયના કારણે અનેક મુસાફરોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી રાત્રીના સમયે પણ દિવ્યાંગો અને મહિલાઓના શૌચાલય શરૃ રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.