Human Body Parts Found In Bharuch: ભરૂચના ભોલાવ વિસ્તારમાં દૂધધારા ડેરી નજીક 29મી માર્ચે ગટરમાંથી અજાણી વ્યક્તિનું કપાયેલું માથું મળી આવ્યું હતું. બીજા દિવસે (30 માર્ચે) થોડે દૂર ગટરમાંથી અન્ય અંગ મળ્યા હતા. ત્યારેબાદ 31મી માર્ચે ગટરમાંથી માનવ મૃતદેહનો હાથ મળી આવ્યો હતો. હવે પોલીસને આ માનવ શરીરના અંગોના રહસ્યનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આ માનવ અંગો શ્રવણ ચોકડી નજીક રહેતા સચિન ચૌહાણના હોવાનું સામે આવ્યું છે.
મૃતક ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી
મળતી માહિતી અનુસાર, ભરૂચના ભોલાવ વિસ્તારમાં કોલેજ રોડ પર આવેલી દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી માનવ શરીરના અલગ અલગ અંગો મળી આવ્યા હતા. આ મામલે પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી અને મળી આવેલ માનવ શરીરના અંગો દહેજની ખાનગી કંપનીમાં નોકરી કરતો અને શ્રવણ ચોકડી પાસે રહેતા સચિન ચૌહાણના હોવાનું સામે આવ્યું હતું. મૃતક ગુમ થયાની ફરિયાદ પણ 29મી માર્ચે નોંધાયેલ હતી.
આ પણ વાંચો: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં 18 શ્રમિકોના મોત, વિસ્ફોટના કારણે શરીરના ટુકડા થઈ ગયા
ઉલ્લેખનીય છે કે, સતત ત્રણ દિવસથી માનવ શરીરના અંગો મળવાની ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ હતી. ક્રૂરતાપૂર્વક હત્યા કરી પોલીસને ગુમરાહ કરવા શરીરનાં અંગો કાપી અલગ-અલગ સ્થળે નાખ્યા હોવાના પ્રાથમિક તારણ સાથે પોલીસે તપાસ હાથ ધરી હતી.