– ઉનાળાની શરૂઆતમાં જ 500 જેટલા તળાવોમાંથી 100 થી વધુના તળિયા દેખાયા, 140 ટૂંક સમયમાં સૂકાવાનો ભય
– તળાવોમાં પાણી ભરવાનું આયોજન કરાયાનો તંત્રનો દાવો
આણંદ : આણંદ જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં માત્ર ૮,૮૭૦ હેક્ટરમાં જ ઘાસચારાનું વાવેતર થવા પામ્યું છે. જ્યારે જિલ્લામાં અંદાજિત ૫૦૦થી વધુ તળાવમાંથી ૧૦૦થી વધુના તળિયા દેખાઈ રહ્યા છે જ્યારે ૧૪૦ ટૂંક સમયમાં સૂકાઈ જવાની સંભાવના છે.
ત્યારે જિલ્લામાં ૮.૪૦ લાખ પશુઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણી અને લીલા ઘાસચારાની સમસ્યા સર્જાવાના ખેંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે સૂકા થઈ ગયેલા તળાવોમાં પાણી ભરવાનું આયોજન કરાયાનો તંત્ર દાવો કરી રહ્યું છે.
આણંદ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર કરી ગયો છે. આગામી દિવસોમાં આકરી ગરમી તથા હીટવેવ થવાની સંભાવનાઓ પણ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલકો માટે પાણીના મુખ્ય ોત ગણાતા ગામ તળના તળાવમાં હવે પાણી સુકાવા માંડયા છે. આણંદ જિલ્લામાં અંદાજિત ૫૦૦થી વધુ તળાવમાં ૧૦૦થી વધુના તળિયા દેખાઈ રહ્યા છે. અન્ય ૧૪૦ તળાવ ટૂંક સમયમાં સૂકા થઈ જવાનો ભય છે.
આકરા ઉનાળામાં પશુપાલકો માટે તેમના પશુઓને પીવાના પાણીની સમસ્યાઓ સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલ આણંદ જિલ્લામાં લીલા ઘાસચારોનું ૮,૮૭૦ હેક્ટરમાં જ વાવેતર થવા પામ્યું છે. તેની સામે આણંદ જિલ્લામાં હાલ ૨.૭૩,૫૦૫ ઢોર, ૪,૬૦,૮૮૬ ગાય, ૯,૬૭૩ ઘેટાં અને ૯૪,૨૭૭ બકરાં મળીને કુલ ૮.૪૦ લાખ દૂધાળા પશુઓ છે. જેમને ઉનાળામાં લીલા ઘાસચારાની તંગી વર્તાય તેવું જાણવા મળી રહ્યું છે.
જિલ્લાના પશુપાલકોનું કહેવું છે કે, તંત્ર દ્વારા ગામડાઓના તળાવમાં વહેલી તકે પાણી ભરવામાં નહીં આવે તો આવનારા ઉનાળાના દિવસોમાં પશુઓ માટે પાણીની તંગીના લીધે કેટલાક પશુપાલકોને કિંમતી પશુઓ ગુમાવવાનો વારો આવી શકે છે. જેથી હાલ જેટલા તળાવ સૂકા થયા છે તેમાં ત્વરિત પાણી ભરવાની વ્યવસ્થા શરૂ કરવી જરૂરી બની છે.
આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત દ્વારા પશુઓને પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે કેનાલના પાણીથી તળાવો ભરવા સંદર્ભે આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના સૂકા તળાવમાં પણ પાણી ભરવાનું આયોજન કરવામાં આવશે. જેથી પશુઓને સહેલાઈથી પાણી મળવાનું શક્ય બનશે.
ઉનાળામાં પશુઓને દૈનિક 60 લિટર પાણીની જરૂરિયાત
આણંદની પશુ કોલેજના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, ઉનાળામાં પશુઓને ઊંચી સફેદ છતવાળા અને છાપરાં પર પૂળા મૂકેલા તબેલામાં રાખવાથી ગરમીનું પ્રમાણ ઘટાડી શકાય છે. ગરમ પવન રોકવા અને ઠંડક માટે તબેલાની આસપાસ વૃક્ષોનું વાવેતર પણ કરવું જોઈએ. ઉનાળાની ઋતુમાં પશુઓને ૬૦ લિટર જેટલું પાણીની જરૂરિયાત રહે છે. દિવસમાં ૪થી ૫ વાગર પાણી આપવું જોઈએ.
લીલા ઘાસચારામાં મકાઈ, બોટમઘાસની માંગ વધી
જિલ્લામાં સૂકો ઘાસચારો ખૂબ ઊંચા ભાવે વેચાઈ રહ્યો છે. જ્યારે લીલા ઘાસચારામાં મકાઈ અને બોટમઘાસની માંગ વધી છે. આણંદ જિલ્લામાંથી લીલુ ઘાસ રોજ ટ્રકો મારફતે કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં મોકલાઈ રહ્યું છે. જેને કારણે પણ જિલ્લામાં ઘાસચારાની તંગી વર્તાય તેમ છે.
આણંદ જિલ્લામાં પશુઓની સંખ્યા
તાલુકો |
ઢોર |
ગાય |
ઘેટા |
બકરાં |
આણંદ |
૫૪.૦૬૬ |
૭૫.૩૩૬ |
૬૧૫ |
૨૧.૮૧૮ |
આંકલાવ |
૯.૧૦૩ |
૫૪.૧૭૬ |
૪૯૧ |
૩.૬૫૮ |
બોરસ |
૩૭.૯૧૩ |
૯૪.૫૪૫ |
૪૫૯૮ |
૧૪૧૯૪ |
ખંભાત |
૬૬૭૧૮ |
૬૫૫૪૧ |
૯૪૩ |
૧૩.૪૩૬ |
પેટલાદ |
૩૮.૯૮૭ |
૫૭.૬૨૩ |
૧૮૯૧ |
૧૮૫૨૧ |
સોજીત્રા |
૯૮૫૮ |
૩૪.૨૬૦ |
૩૭૯ |
૫૦૩૫ |
તારાપુર |
૨૬.૨૬૯ |
૩૦.૦૭૦ |
૧૧૭ |
૩૦૪૨ |
ઉમરેઠ |
૩૦૫૦૧ |
૪૯.૩૦૯ |
૬૪૨ |
૧૪૫૭૩ |
કુલ |
૨.૭૩૫૦૫ |
૪.૬૦,૮૬૬ |
૯.૬૭૬ |
૯૪.૨૭૭ |