વડોદરાઃ વડોદરા જિલ્લામાં નદીઓમાં પૂર આવતાં પાંચ તાલુકાઓમાં વધુ અસર દેખાઇ છે.જેમાં પાંચ તાલુકાના ૧૫ રસ્તા બંધ થઇ ગયા છે.
દેવ ડેમ અને આજવા સરોવરનું પાણી છોડવાને કારણે તેમજ વરસાદને કારણે ઢાઢર, જામ્બુવા,વિશ્વામિત્રી સહિતની નદીઓમાં પૂર આવ્યું છે.આ ઉપરાંત ઉપરવાસમાં પણ વરસાદ ચાલુ રહેતાં પાણીની આવક સતત ચાલુ રહી છે.
પરિણામે,વડોદરા જિલ્લામાં ડભોઇ, વાઘોડિયા,પાદરા,કરજણ અને વડોદરા તાલુકાના ૧૫ રસ્તાઓ બંધ થઇ ગયા છે.આ પૈકી કેટલાક રસ્તા તૂટી ગયા છે.તો કેટલાક રસ્તા પર પાણી ફરી વળતાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
૧૫ રસ્તા પૈકી ૯ રસ્તા એવા છે કે જેમાં વૈકલ્પિક રસ્તા હોવાથી ત્યાં ફરી ફરીને જઇ શકાય તેમ છે.જ્યારે, રાભીપુરા, સુંદરપુરા, મસ્તુપુર,પણસોલી,વીરજઇ અને જીતપુરા ગામો માટે વૈકલ્પિક વ્યવસ્થા નહિ હોવાથી સંપર્ક કપાયો છે.
પૂરના કારણે ક્યા ક્યા રસ્તા બંધ થયા
રસ્તાનું નામ તાલુકો
કોટણા એપ્રોચ રોડ પાદરા
ઓઝ થી પુરા રોડ કરજણ
સંભોઇ-ઠીકરીયા રોડ કરજણ
વીરજઇ કોઝ વે કરજણ
માનપુર એપ્રોચ રોડ કરજણ
સરનેજ-જીતપુરા રોડ વાઘોડિયા
મસ્તુપુરા-તતારપુરા રોડ વાઘોડિયા
ચણોઠિયા પુરા-કરાલીરોડ વાઘોડિયા
અંતોલી-કરાલીરોડ વાઘોડિયા
નરસિંહપુરા-મુવાલી વાઘોડિયા
શાહપુરા-રાભીપુરારોડ વડોદરા
એનએચ-૮ થી સલાડ વડોદરા
મસ્તુપુર ગામડી વડોદરા
ભીલાપુરા-વાયદપુર-કડાધરા ડભોઇ
પણસોલી-સુવાલજા રોડ ડભોઇ