Jamnagar Liquor Crime : જામનગરમાં તિરૂપતિ રોડ પર શિવ ટાઉનશીપમાં રહેતા એક વિદ્યાર્થી યુવાનના મકાન પર પોલીસે ગઈ રાત્રે દારૂ અંગે દરોડો પાડયો હતો, અને 35 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે વિદ્યાર્થીની અટકાયત કરી લીધી છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં તિરૂપતિ રોડ પર શિવ ટાઉનશિપ નંબર-2 માં રહેતા હાર્દિકસિંહ હરદેવસિંહ ઝાલા નામના 23 વર્ષના વિદ્યાર્થી યુવાનના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સીટી સી. ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો, અને મકાનમાંથી 35 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો કબજે કરી લીધો છે. જેની સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.