વડોદરા,આજે સવારે જાંબુવા બ્રિજ પાસે એક ટેન્કર ફસાતા ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઇ હતી. ટીમે બોટમાં પાણીના વહેણાં જઇ ડ્રાઇવર ક્લિનરને બહાર કાઢ્યા હતા.
શહેરમાં અને ઉપરવાસમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે વિશ્વામિત્રી અને ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. ગઇકાલે રાતે એક કાર જાંબુવા બ્રિજ નજીક પાણીમાં ફસાઇ હતી. જોકે, ફાયરબ્રિગેડની ટીમે કાર બહાર કાઢી હતી. તેવી જ રીતે આજે સવારે જાંબુવા બ્રિજ પર એક ટેન્કર ફસાઇ જતા ફાયરબ્રિગેડને મેસેજ મળ્યો હતો. જેથી, મકરપુરા જી.આઇ.ડી.સી. નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બોટ લઇને ટીમ ટેન્કર સુધી પહોંચી હતી અને જીવ બચાવવા ટેન્કર પર ચઢી ગયેલા ડ્રાઇવર અને ક્લિનરને હેમખેમ બહાર કાઢ્યા હતા.