World’s Most Expensive Cruise Itinerary: રિજન્ટ સેવન સીઝે અત્યારસુધીની સૌથી મોંઘો લકઝરી ક્રૂઝ પ્રવાસ રજૂ કર્યો છે. સેવન સીઝ સ્પ્લેન્ડર ક્રૂઝ પર 140 રાત્રિનો 2027નો “વર્લ્ડ ઓફ સ્પ્લેન્ડર” મિયામીથી ન્યૂ યોર્ક સુધીનો પ્રવાસ રજૂ કર્યો છે. જે 40 દેશો અને 71 બંદરને આવરી લેશે. એન્ટ્રી-લેવલ વરંડા સ્યુટ્સ માટે ભાડુ વ્યક્તિદીઠ આશરે રૂ. 80 લાખથી શરૂ થાય છે અને ટોચના-એન્ડ રિજન્ટ સ્યુટ માટે મહેમાન દીઠ રૂ. 7.3 કરોડ સુધીનો ટિકિટ દર છે, આ ટિકિટ પ્રાઈસ કોમર્શિયલ ક્રૂઝ માર્કેટમાં અત્યારસુધીની સૌથી મોંઘી ક્રુઝ સવારી બનાવે છે.
રિજન્ટ સ્યુટની ખાસિયત
રિજન્ટ સ્યુટ લાંબા સમયથી દરિયામાં સૌથી ભવ્ય રહેઠાણ તરીકે જાણીતું છે, અને આ સફરમાં તે દરેક બંદર પર ખાનગી કાર અને ડ્રાઇવર, ઇન-સ્યુટ સ્પા, ક્યુરેટેડ ફાઇન આર્ટ અને 4,000 ચોરસ ફૂટ પ્રાઈવેટ સ્પેસ જેવા અત્યંત-વિશિષ્ટ સુવિધા સમાવિષ્ટ છે. આ ક્રૂઝમાં 4000 ચોરસફૂટના બે સ્ટાન્ડર્ડ ટેનિસ કોર્ટ પણ છે. વધુમાં રિજન્ટ 2026માં સેવન સીઝ પ્રેસ્ટિજ પર એક વધુ મોટું સ્કાયવ્યૂ રિજન્ટ સ્યુટ લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેની કિંમત પ્રતિ રાત્રિ આશરે 20-22 લાખ રૂપિયા છે.
આ પણ વાંચોઃ નીરજ ચોપરાએ પહેલા થ્રોમાં જ કરી કમાલ, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં એન્ટ્રી
છ ખંડનો કરાવશે પ્રવાસ
2027 માટે વર્લ્ડ ઓફ સ્પ્લેન્ડર ક્રૂઝ તેના મહેમાનોને 35,668 નોટિકલ માઇલના છ ખંડ (66,057 કિમી)નો પ્રવાસ કરાવશે. લોસ એન્જલસ, સિડની, સિંગાપોર, માલિબુ અને મુંબઈ જેવા મુખ્ય શહેરોમાં રાત્રિ રોકાણ કરશે. પ્રવાસ કાર્યક્રમમાં 126 રાત્રિનો ટૂંકો રોમ સુધીનો પ્રવાસ સામેલ છે. જોકે, સંપૂર્ણ સફર ન્યૂ યોર્ક સુધી ચાલુ રહેશે. રસ્તામાં 486 જેટલા કોમ્પ્લિમેન્ટરી બીચ, ત્રણ વિશિષ્ટ બીચ ગાલા ઈવેન્ટ્સ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બિઝનેસ અથવા ફર્સ્ટ-ક્લાસ ફ્લાઇટ્સથી લઈને લક્ઝરી હોટલમાં રોકાણ, લગેજ સર્વિસ, પ્રીમિયમ બેવરેજીસ, સ્પેશિયાલિટી ડાઇનિંગ, વેલેટ લોન્ડ્રી, વાઇ-ફાઇ અને 24-કલાક ઇન-સ્યુટ ડાઇનિંગ સમાવિષ્ટ છે.
આ સુવિધાઓ પણ મળશે
બિઝનેસ અથવા ફર્સ્ટ-ક્લાસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ફ્લાઇટ્સમાં લક્ઝરી હોટેલ રોકાણ સાથે પ્રી-ક્રૂઝ ગાલા, ડોર-ટુ-ડોર લગેજ સર્વિસ, અનલિમિટેડ પ્રીમિયમ બેવરેજીસ, સ્પેશિયાલિટી ડાઇનિંગ, પ્રીપેડ ગ્રેચ્યુટીઝ, વેલેટ લોન્ડ્રી, વાઇ-ફાઇ અને 24-કલાક ઇન-સ્યુટ ડાઇનિંગ જેવી સુવિધા ઉપલબ્ધ છે. સેવન સીઝ સ્પ્લેન્ડર ઓલ-સ્યુટ, ઓલ-બાલ્કની આવાસમાં ફક્ત 746 મહેમાનોને લઈ જાય છે.