Vadodara Police : ચેક રિટર્નના કેસમાં વડોદરા કોર્ટે આરોપી વિકાસ ગોવિંદભાઈ જાદવ (રહે-ગાયત્રીનગર સોસાયટી, હરણી વારસિયા રીંગ રોડ)ને એક વર્ષની સાદી કેદ તથા 3.30 લાખના દંડની સજા કરી હતી. સજાથી બચવા માટે આરોપી નાસ્તો કરતો હતો જેની સામે વોરંટ ઇસ્યુ થયું હોય વારસિયા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. તે દરમિયાન માહિતી મળી હતી તે વિકાસ જાદવ ગાયત્રી નગર સોસાયટીના નાકા પાસે ઉભો છે જેથી પોલીસે ત્યાં જઈને તપાસ કરતા વિકાસ જાદવ મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપીને પકડી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને સજાની અમલવારી માટે જેલમાં મોકલી આપેલ છે ઉલ્લેખનીય છે કે આરોપી છેલ્લા 17 મહિનાથી નાસ્તો કરતો હતો.