– સુરેન્દ્રનગર શહેરમાં પ્રોહિ.નો 3 વિરૂદ્ધ ગુનો
– કૃષ્ણનગરના નર્મદા ક્વાટર્સની ગેલેરીમાંથી બિયરના 17 ટીન સાથે શખ્સની અટકાયત
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસે સરદાર સોસાયટી રોડ પર દારૂની ચાર બોટલો સાથે એક શખ્સ અને નર્મદા ક્વાટર્સની ગેલેરીમાંથી બિયરના ૧૭ ટીન સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
સુરેન્દ્રનગર શહેરના સરદાર સોસાયટી રોડ પર આવેલ જુની નર્મદા ઓફીસ પાસેથી બલભદ્રસિંહ કિશોરસિંહ ઝાલા રહે.દાળમીલ રોડવાળાને ઈંગ્લીશ દારૂની ચાર બોટલો કિંમત રૂા.૫,૨૦૦ સહિતના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયો હતો. અને એ-ડિવીઝન પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
જ્યારે બીજી રેઈડમાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ નર્મદા ક્વાટરની ખુલ્લી ગેલેરીમાંથી બીયરના ટીન નંગ-૧૭ કીંમત રૂા.૩,૭૪૦ના મુદ્દામાલ સાથે રાજુભાઈ નરશીભાઈ કુમખાણીયા રહે.નવા જંકશન રોડવાળાને ઝડપી લીધો હતો. જ્યારે ઝડપાયેલ શખ્સની વધુ પુછપરછ કરતા બીયરનો જથ્થો રાજદિપસિંહ ઉર્ફે પાંચડો પ્રદયુમનસિંહ ઝાલા રહે.કૃષ્ણનગરવાળો વેચાણ માટે આપી ગયો હોવાની કબુલાત કરી હતી. જ્યારે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સો વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથધરી છે.