ભરૂચ એલસીબીની ટીમે ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે દરોડો પાડી ખુલ્લામાં જુગાર રમી રહેલ સાત જુગારીઓને ઝડપી પાડી કુલ રૂ.64 હજાર ઉપરાંતનો મુદામાલ જપ્ત કર્યો હતો
મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડીરાત્રે ભરૂચ એલસીબી ટીમને માહિતી મળી હતી કે, રૂંઢ (ભાલોદ) ગામના ખાબડી ફળિયામાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળે દરોડો પાડી જુગાર રમી રહેલા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં વિજય મોતીભાઈ માછી, અબ્દુલ રજાક હિંમતભાઈ મલેક, અસરફીમહમ્મદ હનીફરહેમાન મલેક, ગુલામ મહંમદ શેખ, યાસીન હુસેનભાઈ શેખ, મહંમદરહીશ જાનુભાઇ પરમાર અને દેવાંગ રમેશભાઈ દેસાઈ (તમામ રહે – ઝઘડિયા) નો સમાવેશ થાય છે. દરોડા દરમ્યાન પોલીસે અંગજડતીના રૂ. 29,990 ,દાવ પરના રૂ. 13,070 તથા સાત નંગ મોબાઈલફોન સહિત કુલ રૂ. 64,560નો મુદ્દામાલ જપ્ત કરી તમામની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.