Vadodara House Collpase : વાહન વ્યવહાર અને ટ્રાફિકથી ધમધમતા રાવપુરાના નવાબવાડામાં 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી થયું હતું. ગઈ મોટી રાત્રે સર્જાયેલી દુર્ઘટના વખતે વાહનોની અવરજવર નહીં હોવા સહિત લોકોની પણ અવરજવર નહીં હોવાના કારણે કોઈ જાનહાની કે નુકસાન થયું નથી.
ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા પ્રમોશન કામગીરી હેઠળ ચોમાસાની ઋતુમાં જર્જરિત મકાનોને નોટિસો પાઠવવામાં આવે છે જ્યારે અતિ જર્જરિત મકાનને તંત્ર દ્વારા નોટિસ પાઠવ્યા બાદ ઉતારી લેવામાં પણ આવે છે જેથી જે તે વિસ્તારમાં કોઈ જાનહાની કે દુર્ઘટના સર્જાય નહીં એવો માત્ર ઈરાદો હોય છે. દરમિયાન રાવપુરા વિસ્તારના નવાબવાડામાં અંદાજિત 100 વર્ષ જૂનું અતિ જર્જરિત મકાન ગઈ મોડી રાત્રે ધડાકાભેર તૂટી પડ્યું હતું. આ વખતે નવાબવાડામાં વાહનોની કોઈ અવરજવર કે પછી સ્થાનિક લોકોની આવન જાવન પણ નહીં હોવાના કારણે સદભાગ્યે કોઈ જાનહાની કે દુર્ઘટના સર્જાય નહીં હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.