અમદાવાદ,મંગળવાર,1 એપ્રિલ,2025
આસ્ટોડિયા દરવાજા પાસે કોઈપણ પ્રકારના પ્લાન મંજૂર કરાવ્યા
વગર બનાવાયેલા નવ માળના સના-૭ નામના બિલ્ડિંગને સાત દિવસમાં ખાલી કરાવાશે.
મ્યુનિ.ના ઈજનેર વિભાગને બિલ્ડિંગના પાણી અને ગટરનાં જોડાણ કાપી નાંખવા કહેવાયુ
છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની લીગલ કમિટીની બેઠકમાં ગેરકાયદે
બાંધવામાં આવેલા સના-૭ નામના બિલ્ડિંગને લઈ હાઈકોર્ટમાં કરાયેલી પિટીશનને લઈ કોર્ટ
તરફથી કોઈ નિર્ણય અપાયો નહી હોવાની બાબતમાં ચર્ચા થઈ હતી.કમિટી ચેરમેન પ્રકાશ
ગુર્જરે કહયુ, હાલ આ
મેટર કોર્ટમાં સુષુપ્ત અવસ્થામાં છે. આ પરિસ્થિતિમાં મ્યુનિ.ના એસ્ટેટ વિભાગને સાત
દિવસમાં બિલ્ડિંગ ખાલી કરાવવા સુચના આપી છે. ઉપરાંત ઈજનેર વિભાગ દ્વારા બિલ્ડિંગના
પાણી અને ગટરના જોડાણ કાપવા કહેવાયુ છે.ફાયર વિભાગ દ્વારા થોડા સમય પહેલાં આ
બિલ્ડિંગની સ્થળ તપાસ કરાઈ હતી. ફાયર વિભાગના અભિપ્રાય મુજબ ફાયર સેફટીને લઈને આ
બિલ્ડિંગ સલામત નથી.