મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના નામે વિશ્વમાં મચાવેલી ઉથલપાથલ ચાલુ રહી હવે ૨, એપ્રિલના દેશ મુજબ રેસિપ્રોકલ ટેરિફ જાહેર કરવાના હોઈ આ પૂર્વે અનેક વિધ દાવાઓ કરીને વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારોને મૂંઝવણમાં મૂકવાનું ચાલુ રાખ્યું હતું. ટ્રમ્પે અમેરિકાથી ભારતમાં થતી નિકાસો પર ભારત સરકાર ટેરિફ ઘટાડવા તૈયાર હોવાના કરેલા દાવાના પગલે હવે જો અને તો ની સ્થિતિ પર નજરે આજે ફંડો, મહારથીઓએ સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકો બોલાવી ફફડાટ ફેલાવ્યો હતો. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ ફાઈનાન્સ-બેંકિંગ ફ્રન્ટલાઈન શેરોમાં હેમરિંગ કરીને સેન્સેક્સ, નિફટીમાં આંચકા આપીને ઈન્વેસ્ટરોને ગભરાવવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ ફંડો, મહારથીઓ, ઓપરેટરોએ આ કડાકામાં સારા સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદીની તક ઝડપીને કોર્નરિંગ કર્યું હતું. આઈટી શેરો સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર, કેપિટલ ગુડઝ-પાવર, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં કડાકો બોલાઈ જતાં સેન્સેક્સે ઈન્ટ્રા-ડે ૭૬૦૦૦ની સપાટી અને નિફટીએ ૨૩૧૫૦ની સપાટી ગુમાવી હતી. સેન્સેક્સ નીચામાં ૭૫૯૧૨.