Waqf Amendment Bill: લોકસભામાં આજે થોડી જ ક્ષણોમાં વક્ફ સંશોધન બિલ 2024 (Waqf Amendment Bill LIVE Updates) રજૂ કરવામાં આવશે. આ બિલ પર આજે ચર્ચા અને વોટિંગ થશે. વિપક્ષે ચર્ચા માટે 12 કલાકનો સમય માગ્યો છે. પરંતુ સરકારે માત્ર આઠ કલાકનો સમય આપ્યો છે. વક્ફ સંશોધન બિલ 2024 રજૂ કરતી વખતે સદનમાં હોબાળો થવાની શક્યતા વધી છે. કારણકે, વિપક્ષ સાંસદો તેની વિરૂદ્ધમાં છે. ભાજપ, જેડીયુ, ટીડીપી, શિવસેના, લોજપા, આરએલડી સહિતના સાંસદોએ વક્ફ બિલના સમર્થનમાં વ્હિપ જારી કર્યું છે.
Waqf Amendment Bill LIVE Updates
વિપક્ષે સંશોધન માટે વિચારવા સમય માગ્યો
વિપક્ષ સાંસદ કે સી વેણુગોપાલે સદનમાં આ મહત્ત્વના વક્ફ સંશોધન બિલ 2024 મુદ્દે વિચારવા સમય માગ્યો હતો. જેના પર જવાબ આપતાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, અમે બંને પક્ષોને આ બિલ પર વિચારવા માટે સમાન સમય આપ્યો હતો.
WAQF Board Bill ના સમર્થનમાં મુસ્લિમ મહિલાઓનું પ્રદર્શન
દિલ્હીમાં મુસ્લિમ મહિલાઓએ વક્ફ સંશોધન બિલના સમર્થનમાં પ્રદર્શન કર્યું છે. મહિલાઓએ હાથમાં પોસ્ટર લીધા છએ કે, વક્ફ સંપત્તિની આવક તેના હકદાર સુધી પહોંચાડવા બદલ મોદીજીનો આભાર.
સરકાર ચાર કલાક સ્પષ્ટતા આપશે
કેન્દ્ર સરકાર 4.40 કલાક સુધી વક્ફ સંશોધન બિલ 2024માં કરવામાં આવેલા સુધારાઓ અંગે સ્પષ્ટતા આપશે. ત્યારબાદ વોટિંગ શરૂ થશે. લોકસભામાં આ બિલ પર ચર્ચા કરવા માટે આઠ કલાકનો સમય આપવામાં આવ્યો છે.
લોકોના હિતમાં લેવાશે નિર્ણય
રાષ્ટ્રીય લોકદળના સાંસદ ડો. રાજકુમાર સાંગવાને કહ્યું કે, અમે એનડીએનો જ હિસ્સો છીએ. જેપીસીમાં તમામ લોકોએ પોતાના વિચાર રજૂ કર્યા છે. આજે આ બિલ રજૂ કરવામાં આવશે. સરકારે તમામ પાસાંઓને ધ્યાનમાં લઈને નિર્ણય લીધો છે. જે તમામના હિતમાં હશે.
વક્ફ બિલમાં 44 સુધારાઓ
સંસદીય સમિતિમાં કુલ 44 સુધારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 14 સુધારાને જગદંબિકા પાલની આગેવાની હેઠળની JPC દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. સંશોધિત બિલને કેબિનેટ દ્વારા પહેલા જ મંજૂરી આપવામાં આવી છે. હવે આ બિલ આજે રજૂ થવા જઈ રહ્યું છે, તો તે પહેલા વક્ફ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ બાબતો જાણી લઈએ.
સરકાર અને આરએસએસની નીતિ યોગ્ય નહીં
સપા સાંસદ અવધેશ પ્રસાદે જણાવ્યું કે, વક્ફ સંપત્તિઓ પર સરકાર અને આરએસએસની નીતિ યોગ્ય નથી. તેઓ બધુ છીનવી લેવા માગે છે. સમાજવાદી પાર્ટી આ બિલની વિરૂદ્ધમાં છે.