– સલામત સવારી, એસ.ટી. હમારી : મુસાફરીનો સંખ્યા સાથે આવકમાં પણ થયેલો વધારો
– 18 હજારથી વધુ સીટનું ઓનલાઈન રિઝર્વેશન થયું, 76.33 લાખથી વધુની આવક
ભાવનગર : ‘સલામત સવારી, એસ.ટી. હમારી’ સૂત્રને ભાવનગર એસ.ટી. વિભાગે સાર્થક કર્યું છે. ગત ઓગસ્ટ માસમાં ભાવનગર વિભાગના વાહનોમાં ૨૨ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. ગત વર્ષ ૨૦૨૪ના ઓગસ્ટ માસથી ૪૫ હજાર મુસાફરોની સંખ્યા વધું રહી છે.
ભાવનગર વિભાગ દ્વારા ઓગસ્ટ-૨૦૨૪ની સરખામણીએ ઓગસ્ટ-૨૦૨૫માં ૧૮,૩૫૨ સીટોનું પેસેન્જરોએ વધુ ઓનલાઈન રિઝર્વેશન કરાવતા એસ.ટી.ને રૂા.૭૬,૩૩,૦૦૦ની વધુ અવાક થવા પામી છે. ગત ઓગસ્ટની સરખામણીએ આ વર્ષે ઓગસ્ટ માસમાં ભાવનગર વિભાગે ૩,૦૬,૦૦૦ કિ.મી.નું વધુ સંચાલન કર્યું છે. તેના થકી રૂા.૨,૦૩,૯૦,૦૦૦ની આવક થવા પામી છે. આમ, પ્રતિ કિલોમીટરે આવકમાં રૂા.૨.૫૫નો વધારો થયો છે તેમ એસ.ટી. વિભાગીય નિયામકે પીલવાઈકરે માહિતી આપતા જણાવ્યું હતું.
ઓગસ્ટમાં 15 નવા વાહન મળ્યાં
ભાવનગર એસ.ટી. વિભાગને ઓગસ્ટ-૨૦૨૫માં ૧૫ નવા વાહનો ફાળવવામાં આવ્યા છે. હજુ આગામો દિવસોમાં પણ વિભાગને નવા વાહનોની ફાળવણી થવાની છે. જેથી બંધ પડેલા અને નવા રૂટો શરૂ કરી મુસાફરોની સુવિધામાં વધારો કરાશે. સાથે એસ.ટી.ને પણ આવકમાં વધારો થશે તેમ એસ.ટી. વિભાગીય નિયામકે જણાવ્યું છે.