વડોદરાઃ વડોદરા પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ સંગઠિત ગુનાખોરી આચરતી કાસમઆલા ગેંગને ઝડપી પાડયા બાદ તેના સાગરીતોએ ગેરકાયદે વસાવેલી મિલકતો ટાંચમાં લેવા તજવીજ કરી છે.
ભૂતડીઝાંપા થી કારેલીબાગ જતા આવતા કાસમઆલા વિસ્તારમાં હુમલા, અપહરણ,ખંડણી,ચોરી,લૂંટ,ધાડ જેવા ગુના આચરતી હુસેન સુન્ની અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જે અંતર્ગત પોલીસે અગાઉ નવ આરોપી સામે ચાર્જશીટ રજૂ કરી હતી.હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓએ વસાવેલી ગેરકાયદે મિલકતોની તપાસ કરવામાં આવી રહી છે.આ મિલકતોની વિગતો મળ્યા બાદ તેને ટાંચમાં લેવામાં આવશે.
આ પૈકી હસન કાદરમીયા સુન્ની અને તેના ભાઇ અકબર કાદરમીયા સુન્નીએ મકાન, ફ્લેટ,પ્લોટ અને કાર મળી રૃ.૫૦ લાખ ઉપરાંતની મિલકત વસાવી હોવાનું ખૂલતાં પોલીસે તમામ મિલકત ટાંચમાં લીધી છે.
હસન અને અક્બરની કઇ કઇ મિલકતો ટાંચમાં લીધી
મિલકતનું વર્ણન કોના નામે માર્કેટ વેલ્યુ(રૃ.)
– કાટમાળ હુમાલાવાળું મકાન હસન સુન્ની ૩.૫૦ લાખ
– કાસમઆલા ત્રણ માળનું મકાન સબનમ હસન ૫.૦૦ લાખ
– દેણા ખાતે અઝહરી પાર્કમાં પ્લોટ સબનમ હસન ૧૧.૬૫ લાખ
– ફતેપુરા મીઠા ફળિયાની જમીનમાં
બિસ્મીલ્લાહ રેસિનો ફ્લેટ સાહિસ્તાબાનુ અક્સબર ૧૬.૦૦ લાખ
– મહેન્દ્ર થાર કાર સાહિસ્તાબાનુ અક્બર ૧૪.૫૦ લાખ