Vadodara Earthquake : વડોદરામાં સાવલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.
સાવલી તાલુકાના ગાંડીયાપુરા, ડુંગરીપુરા, પરથમપુરા ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારના 10.20, 10:30 અને 11:20 સમયની આજુબાજુ ભૂકંપના આંચકા મળી કુલ ત્રણ આંચકા અનુભવાયા
ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 1.8 થી 2 રીકટર સ્કેલના આંચકા અનુભવાયા હોવાનું જણાયું છે. બનાવના પગલે તાલુકામાં લોકોમાં અચાનક આવેલા ભૂકંપના આંચકાને લીધે ભય ફેલાયો હતો. સાવલી મામલતદાર સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કેટલીક શાળાના બાળકો ભૂકંપના આંચકાને પગલે શાળાની બહાર દોડી આવ્યા હતા
સાવલી તાલુકાના ગાંડિયા પુરા, ડુંગરીપુરા, પરથમપુરા શિહોરા ગામમાં આવેલા ભૂકંપમાં પ્રાથમિક ધોરણે કોઈપણ નુકસાન ન થયું હોવાનું માહિતી મળી હતી.