Mumbai-Ahmedabad Bullet Train : ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મહત્ત્વની માહિતી સામે આવી છે. જાપાને મુંબઈથી અમદાવાદ વચ્ચે હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન કોરિડોર માટે એક મહત્ત્વનો નિર્ણય લેવાનો છે. જાપાન આ રૂટ પર ફ્રીમાં ટેસ્ટિંગ કરવા માટે મિત્ર ભારતને બે ટ્રેન આપવાની વિચારણા કરી રહ્યો છે. આ ટ્રેનની મદદથી પ્રોજેક્ટની ટેસ્ટિંગ અને ટ્રાયલ કરી શકાશે.
એક-એક ટ્રેનની સેટ ફ્રીમાં આપશે
મળતા અહેવાલો મુજબ જાપાન પોતાની હાઈ-ટેક શિંકાનસેન ટ્રેનની ઈ5 અને ઈ3 સિરિઝમાંથી એક-એક ટ્રેન સેટ ભારતને ફ્રીમાં આપી શકે છે. આ ટ્રેનોનો ઉપયોગ વિશેષ કરીને ટ્રાયલ અને રિસર્ચ માટે કરવામાં આવે છે. જાપાનના રિપોર્ટ મુજબ આ ટ્રેનની ટ્રાયલ વર્ષ 2026ની શરૂઆતમાં થઈ શકે છે.
ટ્રેનોમાં જરૂરી ટેસ્ટિંગ ઉપકરણો લગાવાશે
રિપોર્ટ મુજબ ટ્રેનોમાં અને જરૂરી ટેસ્ટિંગ અત્યાધુનિક ઉપકરણો લગાવવામાં આવશે. આ ઉપકરણોની મદદથી ભારતના જળવાયુ અને ધૂળ ભરેલા વાતાવરણ તેમજ હાઈ ટેમ્પરેચર જેવી સ્થિતિ વચ્ચે દોડતી ટ્રેનનું પરફોર્મન્સ જાણી શકાશે. એટલું જ નહીં આ ઉપકરણો ડેટા ભવિષ્યમાં પણ કામ આવશે. ભારતમાં આગામી સમયમાં જ્યારે અન્ય રૂટ પર બુલેટ ટ્રેનનું નિર્માણ કરાશે, ત્યારે ઉપકરણનો ડેટા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
આ પણ વાંચો : VIDEO : રાજસ્થાનમાં ટ્રકનો બસ સાથે ભયાનક અકસ્માત, ઉછળીને રસ્તા પર પડ્યા જાનૈયાઓ, 37ને ઈજા, 5 ગંભીર
ભારતમાં દોડશે E10 શિંકાનસેન ટ્રેન
અત્યાર સુધીની યોજના મુજબ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન રૂટ પર જાપાનની ઈ5 ટ્રેન દોડાવવાની વિચારણા હતી. તેની વધુમાં વધુ સ્પીડ પ્રતિ કલાક 320 કિલોમીટર છે. જોકે રિપોર્ટ મુજબ ભારતે હવે ઈ10 મૉડલમાં રસ દાખવ્યો છે અને તે ટ્રેન અત્યંત અત્યાધુનિક અને ભારતીય પરિસ્થિતિઓને અનુરુપ મનાઈ રહી છે. જો રિપોર્ટ મુજબ બધુ જ બરાબર થયું તો વર્ષ 2027માં ભારતને પ્રથમ બુલેટ ટ્રેનની ડિલીવરી મળી શકે છે.
પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, કેન્દ્ર સરકાર NHSRCLને 10,000 કરોડ રૂપિયા ચૂકવશે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય 5,000 કરોડ રૂપિયા ચૂકવશે. બાકીનો ખર્ચ જાપાન પાસેથી 0.1 ટકા વ્યાજે લોન દ્વારા લેવામાં આવશે. સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : નિયમ તોડનારાની ખેર નહીં, 770 ખેડૂતોને 17 લાખનો દંડ, અનેક વિરુદ્ધ FIR