Image Source: IANS (FILE PIC)
PM Modi speaks to Emir of Qatar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે ફોન પર વાત કરી હતી. તેમણે દોહામાં થયેલા હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે, 9 સપ્ટેમ્બર 2025ના રોજ કતારના રાજધાની દોહામાં હમાસના નેતાઓ પર ઇઝરાયલે હવાઈ હુમલો કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભારત કતારની સંપ્રભુતાના ઉલ્લંઘનની નિંદા કરે છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે ભારત વાતચીત અને કૂટનીતિના માધ્યમથી મુદ્દાઓના સમાધાનનું સમર્થન કરે છે અને કોઈપણ પ્રકારની હિંસા અને તણાવ વધારવાથી બચવા અપીલ કરે છે. ભારત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે મજબૂત રીતે ઉભું છે અને આતંકવાદના તમામ સ્વરૂપો અને પ્રયાસો સામે લડવાનું ચાલુ રાખશે. ભારત આ કટોકટીમાં કતારની સાથે છે.’
PM મોદીએ ઇટલીના PM મેલોની સાથે કરી વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર પહેલા ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે ફોન પર વાત કરી હતી. જેમાં બંને નેતાઓએ ભારત-ઇટલી રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટેની પ્રતિબદ્ધતા દોહરાવી. સાથે જ તેમણે યુક્રેન યુદ્ધનું તાત્કાલિક સમાધાન શોધવામાં સહયોગ વધારવા પર પણ સહમતિ દર્શાવી.