Morbi Accident: સૌરાષ્ટ્રવાસીઓને માવા-મસાલા વગર ન ચાલે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, પરંતુ માવો તો ખાવો જ જોઈશે. ત્યારે આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં નદીમાં ખાબકેલી છોટા હાથીનો ડ્રાઈવર કોઈ પણ પ્રકારના ટેન્શન વગર માવો બનાવતા જોવા મળ્યો હતો. છોટા હાથી નદીની વચ્ચે છે અને ડ્રાઈવર પણ તેની ઉપર બેસીને માવાની મજા માણે છે.
આ પણ વાંચો: વડોદરામાં સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયેલાં યુવકનો બે દિવસે મૃતદેહ મળ્યો, આપઘાતનું કારણ અકબંધ
મળતી માહિતી અનુસાર, ટંકારા ધ્રોલ હાઈવે પર ખાખરા ગામ નજીક છોટા હાથી નદીમાં ખાબકી હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ક્રેનની મદદથી ચાલકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ મજાની વાત એ છે કે, છોટા હાથી ચાલક ઉપાધિ વગર માવો ખાવાનું ચૂકતો નથી.