Sonia Gandhi: ભારતીય નાગરિક બનતા પહેલા મતદાર બનવાના આરોપોને લઈને સોનિયા ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી પર દિલ્હીની એક કોર્ટે પોતાનો આદેશ અનામત રાખ્યો છે. જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધીનું નામ ભારતીય નાગરિક બન્યાના ત્રણ વર્ષ પહેલા મતદાર યાદીમાં નોંધાયેલું હતું. ચૂંટણી પંચ અને ભાજપ વિરુદ્ધ વોટ ચોરીનો આરોપ લગાવતી કોંગ્રેસ પર આ મુદ્દા પર શાસક પક્ષ હુમલો કરી રહ્યો છે.
આ પણ વાંચો: PM મોદીએ કતારના અમીર સાથે કરી વાતચીત, ઇઝરાયલના હુમલાઓ પર વ્યક્ત કરી ચિંતા
‘હું આદેશ અનામત રાખું છું’
મીડિયા રિપોર્ટ પ્રમાણે દિલ્હીની એક કોર્ટમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે બુધવારે સોનિયા ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી પર કહ્યું, ‘હું આદેશ અનામત રાખું છું’ આ કેસમાં ફરિયાદી વિકાસ ત્રિપાઠી વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ પવન નારંગે કહ્યું, ‘અહીં એક જ મુદ્દો એ છે કે સોનિયા ગાંધીનું નામ જાન્યુઆરી 1980 માં નવી દિલ્હી મતવિસ્તારમાં મતદાર તરીકે ઉમેરવામાં આવ્યું હતું, જ્યારે તેઓ ભારતના નાગરિક ન હતા.’
‘1982 માં નામ કેમ કાઢી નાખવામાં આવ્યું?’
અરજદારના વકીલના કહેવું છે કે, ‘પહેલા તમારે નાગરિકતાના માપદંડો પૂરા કરવા પડે, ત્યાર બાદ જ તમે કોઈપણ વિસ્તારના રહેવાસી બની શકો.’ નારંગે વધુમાં કહ્યું કે, 1980 માં આવાસ પ્રમાણપત્ર કદાચ રેશન કાર્ડ અને પાસપોર્ટ હતો. તેમજ જો તે ભારતના નાગરિક હતા, તો પછી 1982 માં તેમનું નામ કેમ કાઢી નાખવામાં આવ્યું? તે સમયે ચૂંટણી પંચે બે નામ કાઢી નાખ્યા હતા, જેમાં એક સંજય ગાંધીનું હતું, જેમનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું અને બીજું સોનિયા ગાંધીનું હતું.’ નારંગનો દાવો છે કે ચૂંટણી પંચને જરુર કાંઈક ગડબડી જોવા મળી હશે, જેના કારણે મતદાર યાદીમાંથી તેમનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: PM મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા
છેતરપિંડીનો આરોપ
આ મામલે અરજદારે દાવો કર્યો છે કે, છેતરપિંડી કરીને સરકારી અધિકારીઓને છેતરવામાં આવ્યા હતા. આ અરજી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 175 (4) હેઠળ દાખલ કરવામાં આવી છે, જેમાં મેજિસ્ટ્રેટને તપાસનો આદેશ આપવાનો અધિકાર છે. અરજદાર માંગ કરી છે કે, કોર્ટ પોલીસને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપે કે સોનિયા ગાંધી ભારતના નાગરિક બન્યા પહેલા કથિત રીતે મતદાર કેવી રીતે બન્યા. નારંગે કહ્યું, ‘મારી એક જ વિનંતી છે કે, પોલીસને યોગ્ય કલમો હેઠળ FIR નોંધવાનો નિર્દેશ આપવામાં આવે.