મઘીયા
વિસ્તારમાં બાપા સીતારામની મઢુલી પાસેની ઘટના
અકસ્માતમાં
બાઇક ચાલકને માથા-મણકાંમાં ઇજા ઃ સારવારમાં ખસેડાયો ઃ અકસ્માત સમયે કાર ચાલક પોલીસ
કર્મી દારૃના નશામાં હોવાની ચર્ચા
ધોળકા — ધોળકા શહેરમાં હિટ
એન્ડ રનની ઘટના સામે આવી છે. ધોળકા ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી
બાઇક ચાલકને ટક્કર મારી ભાગી જવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અકસ્માતના બનાવમાં આ
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ધોળકામાં
પોલીસકર્મી સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધાયો છે. શહેરના મારૃતિનગર સોસાયટીમાં રહેતાં
રસીકભાઇ રાઠોડ મંગળવારે બપોરે ૨ઃ૧૫ કલાકે ખેડા-બગોદરા હાઇ-વે ઉપર મઘીયા વિસ્તારમાં
બાપા સીતારામની મઢુલી પાસે આવેલી મિત્રની ફનચરની દૂકાનેથી બહાર નીકળતા હતા. તે
સમયે સ્પીડમાં આવતી સફેદ રંગની આરા કારે ટક્કર મારી ભાગી છૂટયો હતો. આ અકસ્માતમાં
રસિકભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક ધોળકાની હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યા છ જ્યાં તેમને માથા અને મણકાંમાં
ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને કારણે કારનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો.
આ
મામલે, અકસ્માતનો
ભોગ બનેલા રસિકભાઈના પુત્ર પાર્થ રાઠોડે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ધોળકા રૃલર
પોલીસમાં ફરજ બજાવતા મયુરસિંહ નામના પોલીસ કર્મચારીએ આ અકસ્માત કર્યો હોવાનો
ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. સૂત્રો દ્વારા
મળતી માહિતી મુજબ, કાર ચાલક દારૃ પીધેલી હાલતમાં કાર ચલાવી
રહ્યો હતો.
પોલીસની
ડ્રાઇવ વચ્ચે જ પોલીસકર્મીનું નિયમોનું સરેઆમ ઉલ્લઘંન
રાજ્યમાં
એક તરફ પોલીસની ડ્રાઇવ ચાલી રહી છે. ધોળકા પોલીસ બ્લેક ફિલ્મ અને હેલ્મેટના કેસ
નોંધી દંડ ફટકારી રહ્યાં છે. ત્યારે પોલીસકર્મી પોતે જ કાયદાનું ઉલ્લંઘન કરીને
કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની ગાડી લઈને ફરતો જોવા મળ્યો હતો. આવા સમયે ખુદ
પોલીસ કર્મચારી દ્વારા જ આ પ્રકારનો અકસ્માત સર્જવામાં આવતા કાયદો અને વ્યવસ્થા પર
સવાલો ઉભા થયા છે.