– રાજ્યોના ચૂંટણી અધિકારીઓને તૈયાર રહેવા આદેશ અપાયાના અહેવાલો
– બિહારની વેરિફિકેશન પદ્ધતિ દેશભરમાં અપનાવાશે, મોટાભાગના રાજ્યો સંમત થઇ ગયા હોવાનો દાવો બિહારમાં આધાર કાર્ડને 12માં દસ્તાવેજ તરીકે સ્વીકારવા માટે પંચનો ચૂંટણી અધિકારીઓને આદેશ
નવી દિલ્હી : બિહારની જેમ હવે સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવામાં આવશે. આ દેશવ્યાપી પ્રક્રિયાને શરૂ કરતા પહેલા ચૂંટણી પંચે તમામ રાજ્યોની સાથે ચર્ચા વિચારણા શરૂ કરી છે. સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવા માટેની પ્રક્રિયામાં બિહારમાં હાથ ધરાયેલા વેરિફિકેશનનો અનુભવ ઉપયોગમાં લેવાશે. એવા અહેવાલો છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓ સાથેની બેઠકમાં દેશવ્યાપી પ્રક્રિયા માટે સંમતિ બની છે.