Vadodara Gambling Raid : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં કુરિયરની દુકાનમાં ચાલતા જુગારગામ પર પોલીસે દરોડો પાડી 8 જણાને ઝડપી પાડ્યા હતા.
ઉત્કર્ષ પેટ્રોલ પંપ પાસે આવેલા બીએચ કોમ્પ્લેક્સમાં દેશ વદેશ કુરિયર નામની દુકાનમાં જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની વિગતો મળતા કારેલીબાગ પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસે જુગાર રમાડતા સૂત્રધાર પ્રમોદ ઉર્ફે પીન્ટુ હસમુખભાઈ રાણા (કારેલીબાગ,આનંદ નગર) સહિત 8 જણાને ઝડપી પાડી રોકડા રૂ 1.18 લાખ, રાજુ દેસાઈની થાર કાર, બે ટુ-વ્હીલર સાત મોબાઈલ સહિત કુલ 14 લાખ ઉપરાંતને મતા કબજે કરી હતી.
પોલીસે પકડેલાઓમાં (1) સૂત્રધાર પ્રમોદ રાણા (2)રાજુ જીવણભાઈ દેસાઈ(જલારામ નગર-૧, સાઈ મંદિર પાસે, કારેલીબાગ)ની થાર કાર(3) વિજયસિંહ દિલીપસિંહ રાજપૂત (નવી ધરતી નાગરવાડા) (4) અમીષ મનહરભાઈ શેઠ (પુષ્ટિધામ સોસાયટી, હરણી રોડ) (5) કુંજ ઠાકોરભાઈ શાહ (સિદ્ધનાથ પાર્ક,ન્યુ વીઆઇપી રોડ)(6) મૌલેશ નટવરલાલ જીન્ગર (આનંદ નગર કારેલીબાગ) (7) વિજય નટવરભાઈ પરમાર (વાણીયા બ્રાહ્મણ ફળિયુ, છાણી) અને (8) મયુર મફતભાઈ રાણા (વીરનગર સોસાયટી કારેલીબાગ) નો સમાવેશ થાય છે.