વડોદરા,ગણેશોત્સવ પૂર્વે પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાના ગુનામાં સામેલ માફિયા ગેંગ – ૩૦૭ નામના સોશિયલ મીડિયા ગુ્રપના સભ્ય એવા બે આરોપીઓની પોલીસે પાસામાં અટકાયત કરી છે.
પાણીગેટ માંડવી રોડ પર માંજલપુર નિર્મળ પાર્ક યુવક મંડળના ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકી શાંતિ ડહોળવાની કોશિશ કરવામાં આવી હતી. આ ગુનામાં પકડાયેલા આરોપી સમીર ઉર્ફે બંગાળી અજીમભાઇ શેખ (રહે. હેવન કોમ્પલેક્સ, આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે, મૂળ રહે. લાડવાડા) તથા જુનેદ ઉર્ફે મોટો મગર હનિફભાઇ મલેક (રહે. ખાનગાહ મહોલ્લો, વાડી) ની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ તથા જૂનાગઢ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જુનેદ સામે પાણીગેટ, વાડી અને સિટિમાં મળીને કુલ પાંચ ગુનાઓ દાખલ થયા છે.