Gandhinagar News : ગુજરાતના ફૂડ અને ડ્રગના નવા કમિશનર તરીકે હાલના હેલ્થ કમિશનર ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ પદ પર ફરજ બજાવતા એચ.જી.કોશિયાને સાતમુ એક્સટેન્શન ન મળતાં જગ્યા ખાલી પડી હતી.
મળતી માહિતી મુજબ, IAS ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણ આરોગ્ય વિભાગના કમિશનર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. આ સાથે અધિકારીને ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ના કમિશનર તરીકેનો વધારો હવાલો સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં દુર્ઘટના, વેલ્ડિંગ કામગીરી દરમિયાન થયો બ્લાસ્ટ, અનેકને ઇજા
ભેળસેળીયા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સની કાર્યવાહી
બીજી તરફ, ભેળસેળીયા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે. શુદ્ધ ઘીમાં ભેળસેળ કરતા કચ્છ, જામનગરના વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં શુદ્ધ ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રૂ.1.14 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 67 ટન રીફાઈન્ડ પામ તેલનો જથ્થો જપ્ત કરાયો છે.