gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મેટલ, ઓટો, બેંકિંગ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 356 પોઈન્ટ ઉછળીને 81905 | Funds surge in metal au…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in Business
0 0
0
મેટલ, ઓટો, બેંકિંગ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 356 પોઈન્ટ ઉછળીને 81905 | Funds surge in metal au…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ તા.૧૨ : ભારત-રશીયા-ચાઈનાની તાજેતરની સંબંધો મજબૂત બતાવતી મુલાકાતને લઈ અમેરિકાની ટ્રમ્પ સરકાર અપેક્ષા મુજબ ભારત માટે કૂણું વલણ અપનાવતાં ભારત સાથે ટ્રેડ ડિલ માટે સક્રિય વાટાઘાટ ચાલી રહ્યાનો  સંકેત આપતાં અને બીજી તરફ ભારતના જીએસટી ઘટાડા સહિતના પોઝિટીવ પગલાં અને યુરોપના દેશો પણ ભારતની તરફેણમાં ટ્રેડ ડિલ કરવા તૈયાર હોવાના અહેવાલોએ આજે સપ્તાહના અંતે શેર બજારોમાં તેજી રહી હતી. લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં અવિરત ખરીદીના જોરે આજે સેન્સેક્સ ૮૨૦૦૦ની સપાટી લગોલગ આવી ગયો હતો. જ્યારે નિફટી ૫૦ ઈન્ડેક્સે ૨૫૧૦૦ની સપાટી કુદાવી હતી. ફંડો, મહારથીઓએ કેપિટલ ગુડઝ શેરોમાં મોટી ખરીદી કર્યા સાથે બેંકિંગ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ફાર્મા, આઈટી શેરોમાં પસંદગીની ખરીદી કરી હતી. ઈન્ફોસીસમાં મેગા રેકોર્ડ રૂ.૧૮૦૦૦ કરોડના શેરોનું બાયબેક થવા છતાં આઈટી શેરોમાં મર્યાદિત આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ ઉપરમાં ૮૧૯૯૨.૮૫ સુધી જઈ અંતે ૩૫૫.૯૭ પોઈન્ટ વધીને ૮૧૯૦૪.૭૦ અને નિફટી ૫૦ સ્પોટ ૨૫૧૩૯.૪૫ સુધી જઈ અંતે ૧૦૮.૫૦ પોઈન્ટ વધીને ૨૫૧૧૪ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૦૪ પોઈન્ટ ઉછળ્યો : ભારત ડાયનામિક્સ રૂ.૮૬, કોચીન શીપ રૂ.૯૫ ઉછળ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે મહારથીઓ, ફંડોએ મોટી ખરીદી કરી હતી. ભારત ડાયનામિક્સ રૂ.૮૫.૯૦ વધીને રૂ.૧૫૬૬.૮૦, કોચીન શિપ રૂ.૯૪.૭૦ વધીને રૂ.૧૭૪૬.૨૦, એલએમડબલ્યુ રૂ.૬૭૪.૮૫ વધીને રૂ.૧૪,૯૨૮.૬૫, મઝગાંવ ડોક રૂ.૧૩૧.૬૫ વધીને રૂ.૨૯૨૫.૬૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮૦.૯૫ વધીને રૂ.૪૫૩૨.૭૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૪.૧૫ વધીને રૂ.૩૯૯.૨૦, ટીટાગ્રહ રૂ.૨૬.૨૦ વધીને રૂ.૯૨૭.૪૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩૩.૫૦ વધીને રૂ.૮૬૦૪.૧૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૪૬.૯૫ વધીને રૂ.૩૦૮૦.૩૦, એસ્ટ્રલ લિમિટેડ રૂ.૧૬.૯૦ વધીને રૂ.૧૪૫૭.૧૦, ઝેનટેક રૂ.૨૩.૬૦ વધીને રૂ.૧૪૮૨.૫૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૬૪.૪૫ વધીને રૂ.૪૭૪૪.૭૦, કેઈઆઈ રૂ.૪૧.૨૫ વધીને રૂ.૪૧૩૦.૨૫  રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૦૪.૧૩ પોઈન્ટ ઉછળીને ૬૯૬૯૧.૭૯ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં પસંદગીનું આકર્ષણ : એક્સિસ બેંક, નુવામા, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોનું પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. એક્સિસ બેંક રૂ.૧૭.૮૫ વધીને રૂ.૧૧૦૫.૩૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૫.૮૦ વધીને રૂ.૧૪૧૭.૬૦ રહ્યા હતા. આ સાથે ફયુઝન રૂ.૮.૫૦ વધીને રૂ.૧૮૬.૫૦, નુવામા રૂ.૨૬૪.૮૫ વધીને રૂ.૬૪૩૫.૭૦, બજાજ ફાઈનાન્સ રૂ.૩૩.૦૫ વધીને રૂ.૧૦૦૩.૨૦, ટીવીએસ હોલ્ડિંગ રૂ.૪૨૨.૯૦ વધીને રૂ.૧૩,૪૫૪.૯૫, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૯.૨૦ વધીને રૂ.૩૨૪.૭૫, બજાજ ફિનસર્વ રૂ.૪૮.૪૫ વધીને રૂ.૨૦૮૫, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૧૩.૧૦ વધીને રૂ.૬૩૩.૨૫, એમસીએક્સ રૂ.૧૬૬.૭૫ વધીને રૂ.૭૭૩૫, ઈકરા રૂ.૧૩૨.૨૦ વધીને રૂ.૬૪૬૧.૪૦, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૭.૯૦ વધીને રૂ.૮૨૯.૭૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૩૦.૯૫ પોઈન્ટ વધીને ૬૧૪૪૫.૯૦ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં વેચવાલી અટકી વેલ્યુબાઈંગ : મધરસન સુમી, હ્યુન્ડાઈ, આઈશર મોટર્સ, મારૂતી સુઝુકી વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે વેચવાલી અટકી પસંદગીનું વેલ્યુબાઈંગ થયું હતું. તહેવારોની સીઝનમાં હવે દશેરા નજીક હોઈ અને ૨૨, સપ્ટેમ્બરથી જીએસટી દરોમાં ઘટાડા તરફી ફેરફાર લાગુ થનાર હોઈ અને આ પૂર્વે જ ઓટો કંપનીઓએ વાહનોના ભાવોમાં ઘટાડો જાહેર કરીને બુકિંગ લેવા માંડતાં પોઝિટીવ અસરે ફંડોનું ઓટો શેરોમાં આકર્ષણ રહ્યું હતું. મધરસન રૂ.૩.૯૬ વધીને રૂ.૧૦૪.૬૫, હ્યુન્ડાઈ મોટર રૂ.૫૨.૮૫ વધીને રૂ.૨૫૬૦.૪૦, આઈશર મોટર્સ રૂ.૧૧૭.૯૫ વધીને રૂ.૬૮૭૪.૮૦, મારૂતી સુઝુકી રૂ.૨૨૮.૫૫ વધીને રૂ.૧૫,૩૨૪.૯૦, ટાટા મોટર્સ રૂ.૯.૧૫ વધીને રૂ.૭૧૫, ભારત ફોર્જ રૂ.૧૧ વધીને રૂ.૧૨૨૨.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૪૬.૧૦ પોઈન્ટ વધીને ૫૯૯૬૧.૭૬ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં સિલેક્ટ્વિ તેજી : સિલ્વરમાં રેકોર્ડ તેજીએ હિન્દુસ્તાન ઝિંક ઉછળ્યો : હિન્દાલ્કો, વેદાન્તા વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ વાટાઘાટ ફરી સક્રિયતા સાથે શરૂ થતાં અને ચાઈના સાથે ભારતના સંબંધો સુધરતા આજે મેટલમાં મજબૂતી રહી હતી. ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીના પરિણામે ફંડોની હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૬.૯૦ વધીને રૂ.૪૬૩.૦૫ રહ્યો હતો. વેદાન્તા રૂ.૧૩.૩૫ વધીને રૂ.૪૫૦.૯૫, હિન્દાલ્કો રૂ.૧૪.૮૫ વધીને રૂ.૭૫૭.૩૦, નાલ્કો રૂ.૩.૯૦ વધીને રૂ.૨૧૮.૨૫, એપીએલ અપોલો રૂ.૨૧.૭૫ વધીને રૂ.૧૭૦૩ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૫૮.૬૬ પોઈન્ટ વધીને ૩૨૭૮૧.૯૪ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં મજબૂતી : ઈન્ફોસીસમાં રૂ.૧૮,૦૦૦ કરોડના શેરોનું બાયબેક આકર્ષણ : નેલ્કો, ઈમુદ્રા વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે પસંદગીની લેવાલી રહી હતી. ઈન્ફોસીસ દ્વારા ગઈકાલે શેર દીઠ રૂ.૧૮૦૦ ભાવે રૂ.૧૮,૦૦૦ કરોડના શેરોનું રેકોર્ડ બાયબેક જાહેર કરતાં પોઝિટીવ અસરે શેર રૂ.૧૬.૦૫ વધીને રૂ.૧૫૨૫.૫૫  રહ્યો હતો. નેલ્કો રૂ.૩૫.૩૦ વધીને રૂ.૮૫૩, ઈમુદ્રા રૂ.૨૩.૮૫ વધીને રૂ.૬૯૭.૬૫, ડાટામેટિક્સ રૂ.૧૬.૨૦ વધીને રૂ.૯૨૩.૨૫, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૫.૫૫ વધીને રૂ.૩૨૮.૩૫, રામકો સિસ્ટમ્સ રૂ.૭.૨૫ વધીને રૂ.૪૬૧, સાસ્કેન રૂ.૨૩.૬૫ વધીને રૂ.૧૫૧૬.૮૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૧૧.૮૮ પોઈન્ટ વધીને ૩૫૪૭૪.૦૬ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે સાવચેતી છતાં એચએનઆઈ લેવાલ : ૨૦૬૧ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઉછાળે સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. અલબત હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી સક્રિય લેવાલ રહેતાં ઘણા શેરોમાં મજબૂતી જોવાઈ હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૧૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૬૧ અને ઘટનારની સંખ્યા ૨૦૮૨ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૩૦ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૫૫૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૧૨૯.૫૮  કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૧,૦૯૪.૧૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૯૬૪.૬૦ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૧૫૫૬.૦૨ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૧,૬૭૫.૨૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૧૧૯.૨૪ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૫૪ લાખ કરોડ વધીને રૂ.૪૫૮.૭૨ લાખ કરોડ

શેરોમાં આજે ફંડોની સ્મોલ, મિડ કેપમાં લેવાલી સાથે એ ગુ્રપના શેરોમાં પણ આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં સાધારણ રૂ.૧.૫૪ લાખ  કરોડ વધીને રૂ.૪૫૮.૭૨ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓછા વજનના પેકિંગ સાથેના  પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ
Business

ઓછા વજનના પેકિંગ સાથેના પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ

March 26, 2026
અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…
Business

અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…

March 26, 2026
ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…
Business

ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…

March 26, 2026
Next Post
ગુજરાતમાં સોમવારથી 3 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | Rain Forecast in Gujara…

ગુજરાતમાં સોમવારથી 3 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | Rain Forecast in Gujara...

રોડ રસ્તાના કામમાં ધૂમ ભ્રષ્ટાચાર, 1 રૂપિયામાં ફક્ત 30 પૈસાનું કામ : નારણ કાછડિયાના આક્ષેપ | Gujarat…

રોડ રસ્તાના કામમાં ધૂમ ભ્રષ્ટાચાર, 1 રૂપિયામાં ફક્ત 30 પૈસાનું કામ : નારણ કાછડિયાના આક્ષેપ | Gujarat...

તમારી પાસે 25 લાખથી વધુ કિંમતનું વાહન હોય તો ખાસ વાંચી લેજો, નહીંતર થશે નુકસાન! | Suspicious entries…

તમારી પાસે 25 લાખથી વધુ કિંમતનું વાહન હોય તો ખાસ વાંચી લેજો, નહીંતર થશે નુકસાન! | Suspicious entries...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોધપુરમાં ટ્રક અને ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતમાં15થી વધુ લોકોનાં મોત | More than 15 people died in an…

જોધપુરમાં ટ્રક અને ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતમાં15થી વધુ લોકોનાં મોત | More than 15 people died in an…

5 months ago
અકોટા -મુજમહુડા માર્ગ પર ફરી ભુવો પડતા મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલ | Questions raised again…

અકોટા -મુજમહુડા માર્ગ પર ફરી ભુવો પડતા મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલ | Questions raised again…

3 months ago
કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી 100 રૂપિયાની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે | …

કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી 100 રૂપિયાની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે | …

4 months ago
INSV કૌડિન્ય મસ્કત પહોંચ્યું, ભારત-ઓમાન વચ્ચે 5,000 વર્ષ જૂના દરિયાઈ સંબંધો પુનર્જીવિત થયા | insv ka…

INSV કૌડિન્ય મસ્કત પહોંચ્યું, ભારત-ઓમાન વચ્ચે 5,000 વર્ષ જૂના દરિયાઈ સંબંધો પુનર્જીવિત થયા | insv ka…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News