![]()
– રીટેલ પછી જથ્થાબંધ ફુગાવામાં પણ વૃદ્ધિ
– જૂન-જુલાઇમાં જથ્થાબંધ ફુગાવો માઇનસ હતો, ગયા વર્ષે ઓગસ્ટમાં જથ્થાબં ફુગાવો 1.25 ટકા હતો
– ખાદ્ય ઉત્પાદનો, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, ટ્રાન્સપોર્ટ ઉપકરણોના ભાવમાં વધારાના કારણે ફુગાવો પોઝિટિવ
નવી દિલ્હી : ખાદ્ય પદાર્થો અને મેન્યુફેકચરિંગ વસ્તુઓના ભાવમાં સામાન્ય વૃદ્ધિને કારણે જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો (ડબ્લ્યુપીઆઇ) ઓગસ્ટ, ૨૦૨૫માં વધીને ૦.૫૨ ટકા નોંધવામાં આવ્યો છે. જે છેલ્લા ચાર મહિનાની ટોચ પર છે.
જથ્થાબંધ ફુગાવો જુલાઇ,૨૦૨૫માં માઇનસ ૦.૫૮ ટકા અને જૂન,૨૦૨૫માં માઇનસ ૦.૧૯ ટકા નોંધવામાં આવ્યો હતો. ઓગસ્ટ, ૨૦૨૪માં આ ફુગાવો ૧.૨૫ ટકા હતો. ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, બિન ખાદ્ય પદાર્થો, મેન્યુફેકચરિંગ ક્ષેત્ર, નોન મેટાલિક મિનરલ પ્રોડક્ટ અને ટ્રાન્સપોર્ટ ઉપકરણોના ભાવમાં વૃદ્ધિને કારણે ઓગસ્ટ, ૨૦૨૫માં ફુગાવાનોા દર પોઝિટિવ રહ્યો છે.
ઓગસ્ટ, ૨૦૨૫માં ખાદ્ય વસ્તુઓમાં મોંઘવારી ઘટાડાનો દર ૩.૦૬ ટકા નોંધવામાં આવ્યો છે. ેજે જુલાઇમાં ૬.૨૯ ટકા હતો. ઓગસ્ટમાં શાકભાજીમાં મોંઘવારીનો ઘટાડોનો દર ૧૪.૧૮ ટકા નોંધવામાં આવ્યો છે. જે જુલાઇમાં ૨૮.૯૬ ટકા હતો.
ઓગસ્ટમાં કઠોળમાં મોંઘવારીનો ઘટાડાનો દર ૧૪.૮૫ ટકા નોંધવામાં આવ્યો છે. જે જુલાઇમાં ૧૫.૧૨ ટકા હતો. ઓગસ્ટમાં બટાકામાં મોંઘવારીનો ઘટાડાનો દર ૪૪.૧૧ ટકા હતો. જે જુલાઇમાં ૪૧.૨૬ ટકા હતો.
ઓગસ્ટમાં ડુંગળીમાં મોંઘવારીનો ઘટાડાનો દર ૫૦.૪૬ ટકા હતો. જે જુલાઇમાં ૪૪.૩૮ ટકા હતો. ઓગસ્ટમાં મેન્યુફેકચરિગ વસ્તુઓનો ફુગાવો ૨.૫૫ ટકા નોંધવામાં આવ્યો છે. જે જુલાઇમાં ૨.૦૫ ટકા હતો.બે દિવસ પહેલા રીટેલ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. ઓગસ્ટ, ૨૦૨૫માં રીટેલ ફુગાવો વધીને ૨.૦૭ ટકા નોંધવામાં આવ્યો છે. સળંગ ૯ મહિના પછી રીટેલ ફુગાવામાં વૃદ્ધિ જોવા મળી છે.










