gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નિફટી 26311 ઉપર બંધ થતાં 26577 અને સેન્સેક્સ 85888 ઉપર બંધ થતાં 867૫૫ જોવાશે | Nifty will close at 2…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in Business
0 0
0
નિફટી 26311 ઉપર બંધ થતાં 26577 અને સેન્સેક્સ 85888 ઉપર બંધ થતાં 867૫૫ જોવાશે | Nifty will close at 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સેન્સેક્સ 84188 સપોર્ટ અને નિફટી 25777 ટેકાની સપાટીએ..

– KOTAK BANK એ અપેક્ષિત  શેર દીઠ આવક રૂ.87.4 અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.742 સામે રૂ.૫ પેઈડ-અપ શેર રૂ.2164 ભાવે 24.5ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે

મુંબઈ : વર્ષ ૨૦૨૫નો અંત ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ, નિફટીમાં રેકોર્ડ તેજી સાથે થઈ રહ્યો છે. ઈન્ડેક્સ મેનેજમેન્ટ સામે બજારમાં અન્ય ઘણા સેકટર ઉદ્યોગો અને ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં રોકાણકારો માટે નેગેટીવ વળતર હાથ લાગતા નિરાશા છવાયેલી છે. વૈશ્વિક જીઓપોલિટીકલ પડકારો અને અમેરિકામાં ટ્રમ્પ સરકારના ટેરિફ યુદ્વને કારણે અન્ય દેશોની સાથે ભારતીય ઉદ્યોગો, કોર્પોરેટ ઈન્ડિયાની નિકાસ મોરચે કામગીરી પર અનિશ્ચિતતાને લઈ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પણ નવા રોકાણનું કમિટમેન્ટ કરવાથી દૂર રહી દરેક લેવલે શેરોમાં વેચીને એક્ઝિટ લેતાં જોવાયા છે. આમ એકંદર વર્ષ ૨૦૨૫માં વિદેશી ફંડોની એક્ઝિટ રહી છે. પરંતુ સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ દરેક ઘટાડે શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોમાં રિટેલ રોકાણકારોના સતત રોકાણ પ્રવાહ થકી ખરીદી કરતાં રહી બજારને ટકાવી રાખવાના પ્રયાસો કર્યા છે. વર્ષાંતે પોર્ટફોલિયોમાંથી નબળા શેરોને એક્ઝિટ આપીને ફંડો છેલ્લા કેટલાક દિવસોથી વેચવાલી કરી રહ્યા હોઈ અનેક રોકાણકારોના પોર્ટફોલિયો ડામાડોળ થયા છે. વર્ષ ૨૦૨૬માં વૈશ્વિક પડકારોની સાથે કોર્પોરેટ ઈન્ડિયા માટે પણ આરંભિક દિવસો કઠીન બની રહેવાની પૂરી શકયતા છે. જેથી શેરોમાં હાલ તુરત નવી મોટી ખરીદીમાં સાવચેત રહી સિલેક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. અમેરિકા સાથે ટેરિફ મામલે ટ્રેડ ડિલ ન થાય અને વૈશ્વિક યુદ્વનો વંટોળ શાંત થઈ કોઈ સ્પષ્ટ સ્થિરતાનો સંકેત ન આપે ત્યાં સુધી જે તે શેરો સસ્તા સમજીને રોકાણ દોટ મૂકવી હિતાવહ નથી.  આગામી નવા સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૫૭૭૭ની ટેકાની સપાટીએ ૨૬૩૧૧ ઉપર બંધ આવતા ૨૬૫૭૭ અને સેન્સેક્સ ૮૪૧૮૮ના સપોર્ટે ૮૫૮૮૮ ઉપર બંધ થતાં ૮૬૭૫૫ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે :  KOTAK MAHINDRA BANK LTD.

બીએસઈ (૫૦૦૨૪૭), એનએસઈ (KOTAKBANK) લિસ્ટેડ, રૂ.૫ પેઈડ-અપ, કોટક મહિન્દ્રા બેંક  લિમિટેડKOTAK MAHINDRA BANK LIMITED), વર્ષ ૧૯૮૫માં બિલ ડિસ્કાઉન્ટિંગ બિઝનેસ શરૂ કરી કોટક મહિન્દ્રા ફાઈનાન્સ લિમિટેડ તરીકે સ્થપાયેલઅને વર્ષ૨૦૦૩માં બેંકિંગ લાઈસન્સ સાથે ભારતની પ્રથમ કમર્શિયલ બેંકમાં કન્વર્ટ થયેલી નોન-બેંકંગ ફાઈનાન્સ કંપની બની હતી. કોટક ભારતના અગ્રણી વૈવિધ્યસભર અને સંકલિત ફાઈનાન્શિયલ સર્વિસિઝ ગ્રુપો પૈકી એક છે. જે ભારતમાં ગ્રાહકો અને ભૌગોલિક વિભાગોમાં વ્યાપક શ્રેણીના નાણાકીય ઉકેલો પૂરા પાડે છે. એક ગ્રુપ તરીકે કોટક મુખ્ય ભૌગોલિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય સબસીડિયરી કંપનીઓ અને બ્રાન્ચો થકી વિદેશના બજારોમાં પણ કાર્ય કરે છે. ૧, એપ્રિલ ૨૦૧૫માં આઈએનજી વૈશ્ય બેંક લિમિટેડનું કોટક મહિન્દ્રા બેંક લિમિટેડમાં મર્જર થયું હતું.  બેંક વ્યુહાત્મક ચાર બિઝનેસ યુનિટો કન્ઝયુમર બેંકિંગ, કોર્પોરેટ બેંકિંગ, કમર્શિયલ બેંકિંગ અને ટ્રેઝરી ધરાવે છે.  આ  અલગ અલગ યુનિટો થકી બેંક હોમ લોન, પર્સનલ લોન, બચત ખાતા, ચાલુ ખાતા, ક્રેડિટ કાર્ડસ, નેશનલ પેન્શન સ્કિમ-એનપીએસ, બિઝનેસ લોન, ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ, લાઈફ ઈન્સ્યોરન્સ, ફિક્સ્ડ ડિપોઝિટ, રીકરીંગ ડિપોઝિટ, પ્રોપર્ટી સામે લોન, ગોલ્ડ લોન, એજ્યુકેશન લોન, પ્રીપેઈડ કાર્ડ, સેલેરી એકાઉન્ટ, સોવરેઈન ગોલ્ડ બોન્ડ અને બીબીપીએસ, ફોરેક્સ કાર્ડ સહિતની પ્રોડક્ટ અને સર્વિસિઝ ઓફર કરે છે. 

બેંક લગભગ દરેક ફાઈનાન્શિયલ સર્વિસિઝ પ્રોડક્ટ ઓફર કરે છે. જે બેંકની વૈવિધ્યીકૃત ફાઈનાન્શિયલ હાઉસની સ્પષ્ટ ઓળખ છે, ચાર સેગ્મેન્ટ ધરાવતું  આ ફાઈનાન્સ જાયન્ટ બેંકિંગ અને ધિરાણ, કેપિટલ માર્કેટ્સ, એસેટ મેનેજમેન્ટ અને પ્રોટેકશન સર્વિસિઝ ક્ષેત્રે સક્રિય છે. ૫.૩ કરોડ ગ્રાહકો, ૧,૧૪,૦૦૦થી વધુ પૂર્ણ સમયના કર્મચારીઓ, ૯,૨૦,૦૦૦ કરોડથી વધુ રિલેશનશીપ વેલ્યુ, રૂ.૬,૬૯,૮૮૫ કરોડની એયુએમ, કુલ થાપણો રૂ.૫,૨૮,૭૭૬ કરોડ, કુલ ધિરાણ રૂ.૪,૪૪,૮૦૦ કરોડ ધરાવે  છે.

નેટવર્ક : કોટક મહિન્દ્રા કોન્સોલિડિટેડ ધોરણે બેંક ૨૧૪૮ શાખા-બ્રાન્ચ, ૩૨૯૫ એટીએમ, દેશભરમાં ૯૬૧ ઓપરેટીંગ લોકેશન, ભારતમાં ૫૩૭૮ ગ્રુપ બ્રાન્ચ નેટવર્ક ધરાવે છે. આ સિવાય ભારતમાં ગ્રુપ બ્રાન્ચ નેટવર્કમાં ૧૫૯ કોટક મહિન્દ્રા પ્રાઈમ, ૧૧૪૩ કોટક સિક્યુરિટીઝ, ૩૨૩ કોટક મહિન્દ્રા લાઈફ ઈન્સ્યોરન્સ, ૧૦૬ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ, ૮૭૮ બીએસએસ માઈક્રોફાઈનાન્સ, ૬૨૧ સોનાટા ફાઈનાન્સ નેટવર્ક ધરાવે છે. આ સિવાય કોટક મહિન્દ્રા બેંક ડીઆઈએફસી(દુબઈ) અને ગિફ્ટ સિટી(ગુજરાત)માં શાખા ધરાવે છે.

બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ત્રિમાસિકમાં રૂ.૩૨૫૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. અન્ય આવક મંદ(ટ્રેઝરી ખોટ) રહ્યા સામે ઓપરેટીંગ ખર્ચ નિયંત્રણ દ્વારા સરભર કરી આ નફો હાંસલ કરાયો છે.  આરઓએ ૧.૯ ટકા મજબૂત રહ્યો છે. બેંકે વાર્ષિક ૧૬થી ૧૭ ટકા લોન વૃદ્વિ જાળવી રાખી છે.  જો કે ચોખ્ખું વ્યાજ માર્જિન-એનઆઈએમ ૧૧ બેઝિઝ પોઈન્ટ ઘટીને ૪.૫૪ ટકા રહ્યું છે. ગ્રોસ સ્લિપેજીસમાં નજીવો ઘટાડો થયો છે, પરંતુ નેટ સ્લિપેજીસમાં સ્વસ્થ ગતિએ સુધારો થયો છે. ધિરાણ ખર્ચમાં પણ ત્રિમાસિક ધોરણે ઘટાડો થયો છે. 

બેંકે બીજા ત્રિમાસિકમાં એસએમઈ બુકમાં સતત સારી વૃદ્વિ જાળવી વાર્ષિક ધોરણે ૧૬ ટકા વૃદ્વિ નોંધાવી છે. થાપણોમાં સ્વ-રોજગાર ગ્રાહક પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ગ્રાહક સંપાદનમાં સારા પરિણામો મેળવ્યા છે. બેંકની એસેટ ગુણવતામાં પણ સુધારો થયો છે. બેંકની કુલ એનપીએ ૧.૫ ટકાથી ઘટીને ૧.૪ ટકા અને નેટ એનપીએ ૦.૪ ટકાથી ઘટીને ૦.૩ ટકા રહી છે. થાપણો પરના દરોમાં ઘટાડાનો ફાયદો આગામી બે ત્રિમાસિકમાં અપેક્ષિત છે. ચોખ્ખા વ્યાજ માર્જિનમાં પણ થાપણ પરના દરોમાં ઘટાડા અને સીઆરઆર ઘટાડાના લાભ થકી ધીમી ગતિએ સુધારો અપેક્ષિત છે.

શેર હોલ્ડિંગ પેટર્ન :

પ્રમોટર્સ પાસે ૨૫.૯ ટકા, સંસ્થાકીય રોકાણકારો પાસે ૬૧.૮ ટકા પૈકી મ્યુચ્યુઅલ ફંડો અને અન્યો પાસે ૨૦.૮ ટકા, બેંકો-નાણા સંસ્થાઓ પાસે ૧.૭ ટકા, ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે ૯ ટકા, એફઆઈઆઈઝ પાસે ૩૦.૩ ટકા અને રિટેલ સહિત પાસે ૧૨.૩ ટકા છે. 

કોટક મહિન્દ્રા બેંક ગ્રુપ સબસીડિયરીઓ :

કોટક મહિન્દ્રા બેંકની સબસીડિયરી કંપનીઓમાં કોટક પ્રાઈમ, કોટક લાઈફ ઈન્સ્યોરન્સ, કોટક એસેટ મેનેજમેન્ટ કંપની, કોટક સિક્યુરિટીઝ, કોટક ઈન્વેસ્ટમેન્ટ્સ, કોટક મહિન્દ્રા કેપિટલ, કોટક ઓફશોર એએમસી, કોટક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ,નો સમાવેશ છે.

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૪ના રૂ.૪૮૭, માર્ચ ૨૦૨૫ના રૂ.૫૯૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૬૫૮, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૭૪૨

નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :

ચોખ્ખી વ્યાજ આવક રૂ.૨૫,૯૯૦ કરોડની તુલનાએ ૨૮,૩૪૦ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૧૩,૭૮૦ કરોડથી વધીને રૂ.૧૬,૪૫૦  કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬૯.૨થી વધીને રૂ.૮૨.૭  હાંસલ કરી હતી.

(૨) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૫ :

ચોખ્ખી વ્યાજ આવક રૂ.૭૦૧૯.૬ કરોડની તુલનાએ ૪.૧ ટકા વધીને રૂ.૭૩૧૦.૭ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૩૩૪૩.૭ કરોડની તુલનાએ ઘટીને રૂ.૩૨૫૩.૩  કરોડ નોંધાવ્યો  છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

અપેક્ષિત ચોખ્ખી વ્યાજ આવક  રૂ.૩૦,૩૯૮  કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૧૩,૯૩૯ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૦.૧ અપેક્ષિત   છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬ થી માર્ચ ૨૦૨૭ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૩૬,૧૩૬ કરોડ થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૧૭,૩૮૨ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૮૭.૪   અપેક્ષિત છે.

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) ભારતના બેંકિંગ ઉદ્યોગમાં અગ્રણી બેંકો પૈકી એક કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ, અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૮૭.૪ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૭૪૨ સામે રૂ.૫ પેઈડ-અપ શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૨૧૬૪ ભાવે ૨૪.૫ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પોલીસે રોકડ, જુગારનું સાહિત્ય સહિત 12 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો | Police seized over 12 thou…

પોલીસે રોકડ, જુગારનું સાહિત્ય સહિત 12 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો | Police seized over 12 thou...

વટામણ ચોકડી પાસેથી કારમાંથી દારૂ સાથે બે શખ્સ પકડાયા | Two men caught with liquor from a car near Va…

વટામણ ચોકડી પાસેથી કારમાંથી દારૂ સાથે બે શખ્સ પકડાયા | Two men caught with liquor from a car near Va...

ધોળકાના કલ્યાણપુર પાટિયા પાસે ટ્રકની ટક્કરે બાઇક સવારનું મોત | Bike rider dies after being hit by tr…

ધોળકાના કલ્યાણપુર પાટિયા પાસે ટ્રકની ટક્કરે બાઇક સવારનું મોત | Bike rider dies after being hit by tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ મહંતના ૬ અનુયાયીઓએ જ ગિરનાર પર જામ ભર્યા’તા, 2 FIR | Only 6 followers of former Mahant blocked…

પૂર્વ મહંતના ૬ અનુયાયીઓએ જ ગિરનાર પર જામ ભર્યા’તા, 2 FIR | Only 6 followers of former Mahant blocked…

4 months ago
સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે ફિરદોષ સોસાયટીમાં આવેલ સરકારી આવાસના રહિશોએ ઉગ્ર રજુઆત કરી | Residents …

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે ફિરદોષ સોસાયટીમાં આવેલ સરકારી આવાસના રહિશોએ ઉગ્ર રજુઆત કરી | Residents …

10 months ago
વડોદરાના સ્પામાં પરપ્રાંતીય યુવતી રાખનાર સંચાલક સામે ગુનો દાખલ | Case registered against manager of …

વડોદરાના સ્પામાં પરપ્રાંતીય યુવતી રાખનાર સંચાલક સામે ગુનો દાખલ | Case registered against manager of …

3 months ago
એસએસજી, ગોત્રી મેડિકલ કોલેજની સ્ટુડન્ટસ કેન્ટીનમાં કોર્પો.નું ચેકિંગ | vmc checking in canteen of Go…

એસએસજી, ગોત્રી મેડિકલ કોલેજની સ્ટુડન્ટસ કેન્ટીનમાં કોર્પો.નું ચેકિંગ | vmc checking in canteen of Go…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News