Indian Railways update: ભારતીય રેલવે દ્વારા ઓક્ટોમ્બરથી ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવા પર નવી શરતો જાહેર કરવામાં આવી છે. નવા નિયમ મુજબ રેલવે IRCTC દ્વારા સામાન્ય ટિકિટ બુક કરાવવા માટે રિઝર્વેશન ખુલ્યાના 15 મિનિટ પહેલા આધાર વેરિફિકેશન કરવું ફરજિયાત કરાયું છે. રેલવેનો આ નિર્ણય, હાલની વ્યવસ્થા હેઠળ તાત્કાલિક લાગુ કરવામાં આવી રહ્યો છે, તે હવે જનરલ કેટેગરીના રિઝર્વેશન પર પણ લાગુ થશે. રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર, નવા નિયમને લાગુ કરવાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે માત્ર જરૂરિયાતમંદ મુસાફરો જ રેલ્વે રિઝર્વેશન સિસ્ટમનો લાભ મેળવી શકે અને એજન્ટોનો ચક્રવ્યૂહ ખતમ કરી શકાય.
આ પણ વાંચો: ‘5 વર્ષ સુધીના તમામ ઈ-મેમો થશે માફ’, દિવાળી પહેલા યોગી સરકારે યુપીવાસીઓને આપી ભેટ
પહેલાથી જ જારી કરાયેલા નિયમો પણ લાગુ રહેશે
ભારતીય રેલ્વેના જણાવ્યા પ્રમાણે, આ નવા નિયમના અમલીકરણથી અનધિકૃત રેલ્વે ટિકિટ એજન્ટોની મોનોપોલી ખતમ થશે. ભારતીય રેલ્વેના કોમ્પ્યુટરાઈઝ્ડ પીઆરએસ કાઉન્ટર પર સામાન્ય અનામત ટિકિટ બુકિંગ માટે હાલની સમયપત્રક યથાવત રહેશે. આ સિવાય રજિસ્ટર્ડ રેલ્વે ટિકિટ એજન્ટો દ્વારા પહેલા દિવસે અનામત ટિકિટ બુકિંગ કરાવવા માટે 10 મિનિટનો હાલનો પ્રતિબંધ કોઈપણ સુધારા વિના લાગુ રહેશે. ઉલ્લેખનીય છે કે, તત્કાલ ટિકિટ માટે આધાર વેરિફિકેશન પહેલાથી જ જરૂરી હતું. હવે સામાન્ય કેટેગરીના રિઝર્વેશન માટે પણ આધાર ચકાસણી લાગુ કરવામાં આવી છે.
આ યુઝર્સ માટે સરળ રહેશે ટિકિટ બુકિંગ
જો તમારુ IRCTC એકાઉન્ટ પહેલેથી આધાર સાથે લિંક છે તો, જનરલ કેટેગરી રિઝર્વેશન કરાવવું સરળ રહેશે. તમારી ટિકિટ જલ્દીથી બુકિંગ થઈ જશે અને કન્ફર્મ પણ મળશે, વેઈટિંગનો ચાન્સ ન બરાબર હશે. મંત્રાલય અનુસાર IRCTC વેબસાઈટ અથવા એપ્સ પર સામાન્ય કેટેગરીમાં તત્કાલ ટિકિટની જેમ વિન્ડો ખુલ્યાના 15 મિનિટ પહેલા જ આધાર વેરિફિકેશન કરાવવું જરુરી હતું. હવે જનરલ કેટેગરીના રિઝર્વેશન માટે આધાર વેરિફિકેશન લાગુ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: એક ઝાટકે 8 મંત્રીઓના રાજીનામા, નોર્થ-ઈસ્ટના આ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ
કેમ આધાર વેરિફિકેશનનો નવો નિયમ કરાયો લાગુ
સામાન્ય રીતે ટિકિટ બુકિંગ શરુ થતાની સાથે વેચાઈ જતી હોય છે. ખોટી રીતે ટિકિટ બુક થવાના કારણે મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી શકતી નહોતી. હવે નવા નિયમ પ્રમાણે આધાર વેરિફિકેશન એ નક્કી થઈ જશે કે, ટિકિટ એજ વ્યક્તિ લઈ રહ્યો છે, જેનો આધાર રજીસ્ટર્ડ છે. આધાર કાર્ડ વિના ટિકિટ કેવી રીતે બુક કરવામાં આવશે તેની માહિતી રેલ્વે નોટિફિકેશનમાં આપવામાં આવી નથી. કાઉન્ટર પર ટિકિટ બુક કરતી વખતે પણ આધાર વેરિફિકેશન જરૂરી રહેશે. ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે આધાર નંબરને IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવો જરૂરી છે. તમે IRCTC વેબસાઇટ અથવા એપ પર લોગ ઇન કરીને અને “માય પ્રોફાઇલ” વિભાગમાં જઈને આધાર વિગતો ઉમેરી શકો છો. ખાતરી કરો કે તમારો મોબાઇલ નંબર આધાર સાથે લિંક થયેલ છે, અન્યથા OTP આવશે નહીં.