West Bengal Political News : તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ ગુરુવારે (28 ઓગસ્ટ 2025) ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાનો ઉપયોગ કરીને લોકોને સરકાર પસંદ કરવા દેવાને બદલે મતદારોની પસંદગી કરી રહી છે. તેમણે ચેતવણી આપી કે જો કોઈ માન્ય મતદારનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે.
બંગાળના મતદાન અધિકારો છીનવી લેવાનો આરોપ
પાર્ટીની વિદ્યાર્થી પાંખની રેલીને સંબોધતા અભિષેક બેનર્જીએ કહ્યું કે, ‘પહેલાં મતદારો સરકારની પસંદગી કરતા હતા, પરંતુ હવે ભાજપ લોકશાહી વિરોધી SIR પ્રક્રિયા દ્વારા મતદારોની પસંદગી કરી રહ્યું છે.