Vadodara : વડોદરાના ભાયલી ગામમાં ગામમાં શ્રમજીવી કોર્પોરેશનના પંપિંગ સ્ટેશનમાં સેન્ટીંગનું કામ કરતા હતા. ગઈકાલે સાંજે વીજળીના કડાકા સાથે પડેલા વરસાદમાં મજૂરી કામ કરતા શ્રમજીવી પર વીજળી પડતા તેમનું મોત થયું હતું.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાદેડી ગામે રહેતા 65 વર્ષના સોમાભાઈ સવજીભાઈ બારીયા ભાયલી ગામમાં આવેલા કોર્પોરેશનના પંપીંગ સ્ટેશન પાસે સેન્ટીંગનું કામ કરતા હતા. સાંજે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતા તેઓ સેન્ટીંગનું કામ બંધ કરી નીચે ઉતરતા હતા. તે સમયે તેમના પર વીજળી પડતા આખા શરીરને સખત રીતે દાઝી ગયા હતા તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચી શક્યા ન હતા.