Vadodara Railway Station : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખી વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
માહિતી અનુસાર, ટ્રેન નંબર 03110 વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેન 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી દર ગુરુવારે વડોદરા સ્ટેશન પરથી ઉપડશે. અત્યાર સુધી આ ટ્રેન વડોદરા પરથી સાંજે 4:45 કલાકે પ્રસ્થાન કરતી હતી, પરંતુ હવે સુધારેલા સમય મુજબ તે સાંજે 4:25 કલાકે પ્રસ્થાન કરશે. રેલવે તંત્રએ યાત્રીઓને વિનંતી કરી છે કે, તેઓ પોતાનું પ્રવાસ આયોજન કરતી વખતે આ નવા સમયને ધ્યાનમાં રાખે. સાથે જ, ટ્રેનના પરિચાલન સમય, રોકાણ અને સંરચના જેવી વિગતવાર માહિતી માટે યાત્રીઓએ સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે.