– માહિતી આયોગ ગાંધીનગર દ્વારા
– રૂડેશ્વર તળાવના બ્યૂટિફિકેશનની માહિતી આપવા હુકમ છતા સમયસર માહિતી ના આપતા કાર્યવાહી કરાઈ
ચોટીલા : રાજકોટ હાઇવે ઉપર આવેલા રૂડેશ્વર તળાવ મામલે થયેલી આરટીઆઇ અંગે અપીલ બાદ થયેલા હુકમ છતા સમય મર્યાદામાં માહિતી ના અપાતા ચોટીલા પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરને રૂા. ૧ હજારનો દંડ રૂ. એક હજારનો દંડ આયોગે ફટકાર્યો છે.
ચોટીલા પાલિકા વિસ્તારમાં આવતા રાજકોટ હાઈવે પરના રૂડેશ્વર તળાવના બ્યૂટિફિકેશનના કામ બાબતે તા. ૧-૩-૨૦૨૫ના રોજ ચીફ ઓફિસર પાસે માહિતી અધિનિયમ- ૨૦૦૫ નીચે માહિતી અધિકાર નીચે અરજી કરી હતી. જે માહિતી ન આપતા અરજદારે પ્રાદેશિક કમિશનર અમદાવાદને તારીખ. ૨૪ /૪/ ૨૦૨૫ના રોજ અપીલ અરજી કરી હતી. જેના અનુસંધાને પ્રથમ અપીલ અધિકારી દ્વારા તા. ૨૧/ ૫/ ૨૦૨૫ના રોજ માહિતી આપવા તત્કાલીન ચીફ ઓફિસરને હુકમ કર્યો હતો. છતાં સમય મર્યાદામાં માહિતી ના આપતા માહિતી આયોગને અરજી કરી હતી. ત્યારે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે તા. ૫-૮-૨૦૨૫ના રોજ ઓનલાઈન કોન્ફરન્સથી પક્ષકારોને સાંભળ્યા હતા. આયોગ દ્વારા અરજદારની ફરિયાદ મંજુર કરી રજૂઆતને ગ્રાહ્ય રાખી ચોટીલા નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર જીતેન્દ્ર પટેલને રૂપિયા ૧,૦૦૦નો દંડ માહિતી સમયસર ના આપવા બદલ માહિતી આયોગ ગાંધીનગરે ફટકાર્યો છે.