– યુજીસીના નવા રેગ્યુલેશન પ્રમાણે
– નવા સ્ટેચ્યુટની જોગવાઇને અનુસરવી હશે તો સેન્ટર ભલે અપાય પણ સ્ટાફ પીજીનો ફરજીયાત
ભાવનગર : યુજીસીના નવા રેગ્યુલેશન પ્રમાણે પીએચ.ડી. માટે પી.જી. સેન્ટર અથવા પી.જી. કોલેજના પ્રાધ્યાપકોને જ માન્યતા અપાઇ છે. ત્યારે નવા નિયમોને લઇ પીએચ.ડી. માટે કપરા ચઢાણ સાબિત થઇ રહ્યા છે.
અગાઉના કાર્યકાળ દરમિયાન પી.જી. ડિપાર્ટમેન્ટ અને યુ.જી. કોલેજના પ્રાધ્યાપકો પણ પીએચ.ડી. માટે માન્ય હતા અને તેમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. થતું હતું જ્યારે યુજીસીના વર્ષ ૧૮ અને ૨૨માં જાહેર થયેલ રેગ્યુલેશન અને નવા સ્ટેચ્યુટની જોગવાઇ પ્રમાણે પી.જી. ડિપાર્ટમેન્ટ કે પી.જી. કોલેજના પ્રાધ્યાપકને પી.એચ.ડી.ની માન્યતા મળી છે જેથી એકટ બાદ યુ.જી.ના અધ્યાપક પાસે કરેલ પીએચ.ડી.ની માન્યતા સામે સવાલો ઉઠવાની સંભાવના છએ. જો કે, હાલ ઘણી યુનિવર્સિટીમાં યુ.જી.ના ટીચર્સ દ્વારા પીએચ.ડી. શરૂ હોવાનું જણાય છે ત્યારે ભાવનગર યુનિવર્સિટીમાં પી.જી.ના સેન્ટરો અપાયા છે પણ સ્ટાફ યુ.જી.નો હોય જેમાં પી.જી.ના સ્ટાફની પણ ભરતી કરવી પડશે અને ત્યારે જ પીએચ.ડી. પી.જી. સેન્ટરમાં શક્ય બની શકશે. આ ઉપરાંત દર છ મહિને પ્રેઝન્ટેશન, ઓપન વાઇવા પહેલા પ્રિવાઇવા, સુધારા કરી થીસીસ સબમીટ કરાયા બાદ ઓપન વાઇવાના નિયમો પણ અમલી બનાવાયા છે. ત્યારે નવા પીએચ.ડી. માટે આ તમામ બાબતો પડકાર જનક સાબિત થઇ શકે છે. એક તબક્કે સૌરાષ્ટ્ર યુનિ.એ પી.જી. ડિપાર્ટમેન્ટમાં આ નવા રેગ્યુલેશનનું અમલીકરણ શરૂ કર્યું હોવાનું જણાયું છે.