– શહેર-જિલ્લાની 100 સરકારી શાળાઓમાં
– ઘોઘા, ભાવનગર, તળાજા અને મહુવામાં સૌથી વધુ વિદ્યાર્થી સંખ્યા જ્યારે પાલિતાણા, વલ્લભીપુરમાં શૂન્ય
ભાવનગર : ભાવનગર શહેર તેમજ જિલ્લાની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જો શાળાથી એક-બે કે પાંચ કિ.મી.થી વધુ દૂર રહેતા હોય અને નજીકમાં કોઇ અન્ય સરકારી શાળા ન હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થી માટે ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સની વ્યવસ્થા અમલી છે. જિલ્લામાં ધો.૧ થી ૧૨માં કુલ ૫૯૧૭ વિદ્યાર્થી આ સેવાનો લાભ મેળવે છે. જેને માસિક ૬૦૦ લેખે મહિને કુલ ૩૫.૫૦ લાખનું ચુકવણુ કરાઇ રહ્યું છે જે વર્ષના ૧૦ મહિના કરાશે.
ભાવનગર જિલ્લાની સરકારી શાળામાં શાળાથી એકથી લઇ પાંચ કિ.મી. દૂર રહેતા અને તે વિસ્તારમાં અન્ય કોઇ શાળા ન હોય તેવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવા વાહન ભાડુ આપવામાં આવે છે. જો કે, ગત વર્ષે બાલવાટિકા અને ધો.૧ થી ૫માં એક કિ.મી. કે તેથી વધુ અંતર માટે માસિક રૂા.૫૦૦ ભાડુ અપાતું હતું જે આ વર્ષે ધો.૧ થી ૧૨ તમામ માટે ૫ કિ.મી. કે તેથી વધુ દૂરના માટે ૬૦૦ માસિક ભાડુ સમાન કરી દેવામાં આવ્યું છે પછી તે એક કિ.મી. દૂર હોય કે પાંચ કિ.મી. દૂર હોય. ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકા પૈકી પાલિતાણા અને વલ્લભીપુરને બાદ કરતા ૮ તાલુકાના ૫૯૧૭ વિદ્યાર્થીઓનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ સરકાર દ્વારા મંજુર કરાયો છે અને તેઓને માસિક ૬૦૦ લેખે ૩૫.૫૦ લાખનું ચુકવણું કરાય છે. જે ૧૦ માસ સુધીના સમયગાળા માટે કરવામાં આવે છે. જ્યારે જે-તે શાળામાં બસ, રિક્ષા કે અન્ય વાહન બંધાવવાની જવાબદારી એસએમસીના સભ્યોની હોય છે. જેથી વિદ્યાર્થીને નિયમિત શાળાએ તેડવા-મુકવાની કામગીરી થઇ શકે, અને વિદ્યાર્થીનું શિક્ષણ ન બગડે. વર્ષ ૨૪-૨૫માં ૩૦૪૬ દિકરા અને ૩૦૩૫ દિકરીઓ મળી કુલ ૬૦૮૧ વિદ્યાર્થીઓએ ટ્રાન્સપોર્ટ એલાઉન્સનો લાભ મેળવ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૯૫૩ દિકરા અને ૨૯૬૪ દિકરી મળી ૫૯૧૭ વિદ્યાર્થીઓને આ માસિક ૬૦૦ રૂપિયા લેખેનું ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ અપાયું હોવાનું સુત્રોમાંથી જણાયું છે.
બ્લોક |
છોકરા |
છોકરી |
કુલ |
જેસર |
૨૩ |
૧૧ |
૩૪ |
મહુવા |
૭૦૮ |
૬૪૫ |
૧૩૫૩ |
તળાજા |
૭૬૬ |
૫૭૯ |
૧૩૪૫ |
પાલિતાણા |
૦ |
૦ |
૦ |
ગારિયાધાર |
૪૪ |
૪૦ |
૮૪ |
સિહોર |
૩૬ |
૪૪ |
૮૦ |
ઘોઘા |
૫૨૭ |
૫૧૯ |
૧૦૪૬ |
ભાવનગર |
૮૩૯ |
૧૧૨૦ |
૧૯૫૯ |
ઉમરાળા |
૧૦ |
૬ |
૧૬ |
વલ્લભીપુર |
૦ |
૦ |
૦ |
કુલ |
૨૯૫૩ |
૨૯૬૪ |
૫૯૧૭ |
ધોરણ પ્રમાણે વિદ્યાર્થી સંખ્યા
૧ ૬૫૧
૨ ૬૪૬
૩ ૭૦
૪ ૬૯૦
૫ ૫૯૫
૬ ૩૪૩
૭ ૩૩૯
૮ ૩૮૯
૯ ૬૯૭
૧૦ ૫૭૧
૧૧ ૩૫૦
૧૨ ૨૫૪