Gold Price All Time High: વૈશ્વિક પરિબળોના પગલે કિંમતી ધાતુમાં તેજી પૂરજોશમાં છે. આજે ફરી સોના અને ચાંદીના ભાવ ઓલટાઈમ હાઈ થયા હતાં. વૈશ્વિક બજારોના સથવારે આજે સ્થાનિક બજારમાં સોનું વધુ નવી રૂ. 1,18,300 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું છે.
સોનામાં આજે રૂ. 2300નો ઉછાળો
અમદાવાદ બુલિયન બજાર અનુસાર, સ્થાનિક બજારમાં આજે સોનાની કિંમતમાં રૂ. 2300નો ઉછાળો નોંધાયો હતો. જે વધી રૂ. 1,18,300 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. જ્યારે ચાંદી પણ રૂ. 3,000 ઉછળી રૂ. 1,38,000 પ્રતિ કિગ્રાની રેકોર્ડ ટોચે પહોંચી હતી.
વૈશ્વિક બજારમાં સોનું નવી ટોચે
ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની જાહેરાતના આશાવાદ સાથે વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ આજે ફરી નવી 3769 ડોલર પ્રતિ ઔંસની નવી રેકોર્ડ સપાટીએ નોંધાયુ હતું. ફેડના નવા ગવર્નર સ્ટિફન મિરાને સોમવારે રેટ કટ મુદ્દે આક્રમક વલણ વ્યક્ત કર્યું હતું. આવતીકાલે જેરોમ પોવેલ રેટ કટ મુદ્દે ભાષણ આપવાના છે. મોટાભાગના નિષ્ણાતોને વ્યાજના દરોમાં ઘટાડાની અપેક્ષા છે.