Vadodara Theft Case : વડોદરાના માંજલપુર તુલસીધામ ચાર રસ્તા નજીક ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ કલ્યાણભાઈ પટેલની મકરપુરા જીઆઇડીસીમાં જી.પી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની છે.
ગત 12મી તારીખે રાત્રે 8:00 વાગે તેઓ કંપની બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે આઠ વાગે કંપની પર આવતા જોયું તો કંપનીનું શટર ત્રણ ફૂટ ઊંચો હતો અને શટરની બંને બાજુના તાળા તૂટેલા હતા. કંપનીમાં અંદર જઈને તપાસ કરતા સ્ટીલના 38 નંગ જોબ કિંમત રૂપિયા 1.75 લાખના ચોરી થઈ ગયા હતા. જે અંગે તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.