– સૌથી વધુ બાઇક, સ્કુટર, મોટરકારની ખરીદી : એમ્બયુલન્સમાં માત્ર પરનો વધારો ખેતીકામમાં ઉપયોગી 15790 ટ્રેક્ટરની ખરીદી નોંધાઇ
ભાવનગર : તહેવારોના દિનવસો આવતા નવી ખરીદી માટે ગૃહિણી અને ઘરના સભ્યો વિચરતા થાય છે. જેમાં પરીવહન માટે નવા વાહનની ખરીદી વિશેષ હોય છે. ભાવનગર જિલ્લામાં વ્યાપારીક ઉપયોગીતાના વાહન ખરીદી કરતા વ્યક્તિગત વાહન ખરીદીનું પ્રમાણ વધુ જોવા મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ કેટેગરીના કુલ ૨,૫૨,૬૭૯ નવા વાહનોની ખરીદી થવા પામી હોવાનું જણાયું છે.
સામાન્ય રીતે નવરાત્રી, દશેરા, દિવાળી, ધનતેરસ જેવા તહેવારોના દિવસોમાં નવા વાહન ખરીદી વિશેષ જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષનો વિવિધ વાહનોની ખરીદી પર નજર કરીએ તો મોટર સાયકલથી લઇ બસ, ટ્રક જેવા હેવી વાહનો મળી કુલ ૨,૫૨,૬૭૯ વાહનોનો ઉમેરો થવા પામ્યો છે. જેમાં ૫૨ એમ્બ્યુલન્સની, ૧૨૧ બસ, ૧૭૫ ડમ્પર, ૬૪૭ મોટર કેસ, તો ઇ-રીક્ષામાં જાણે જાગૃતી જ ન આવી હોય છેલ્લા પાંચ વર્ષમાં માત્ર ૮ની જ ખરીદી આરટીઓમાં નોધાવા પામી છે. આ ઉપરાંત એજ્યુકેશન ઇસ્ટીટયુટની સ્કુલ બસમાં વર્ષ ૨૩માં સૌથી વધુ ૨૧ મળી વર્ષ ૨૪ સુધીમાં ૨૮ નવી સ્કુલ બસ રોડપર દોડતી થઇ હતી. આમ ધંધાદારી વ્હીકલની સરખામણીએ વ્યક્તિગત વ્હીકલ ખરીદીમાં વિશેષ ઉદ્યોગો જોવા મળે છે.
5 વર્ષમાં વાહનોની કુલ ખરીદી સામે 70 ટકા ખરીદી માત્ર ટુ-વ્હીલરની નોંધાઇ
જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૨,૫૨,૬૭૯ નવા વાહનોની ખરીદી થવા પામી છે. જેમાં ૭૦ ટકા જેટલા ટુવ્હીલર મોટરસાયકલ-સ્કૂટરની ખરીદી નોંધાઇ છે. જેની ખરીદીનો આંક ૧,૮૧,૭૩૮એ પહોંચ્યો છે. તો મોટર કારમાં પાંચ વર્ષમાં ૩૨૦૮૩ની નવી ખરીદી થઇ હોવાનું જણાયું છે. આમ વ્યક્તિગત ઉપયોગના વાહનોની ખરીદીમાં વધારો જણાય છે. જ્યારે વ્યવસાયીક ટ્રેક્ટર, ટ્રેલર, ડમ્પર, રીક્ષા, બસ, ગુડ્સ કેરીયરની નવી ખરીદી મર્યાદીત રહેવા પામી હતી.
છેલ્લા 5 વર્ષમાં વિવિધ વાહનોની ખરીદી
2020 |
2021 |
2022 |
2023 |
2024 |
કુલ |
|
ખેતી |
૨૨૮૯ |
૫૩૧૨ |
૨૩૮૫ |
૩૪૯૭ |
૨૩૦૭ |
૧૫૭૯૦ |
કોમર્શ. |
૧૪૩ |
૫૮૬ |
૬૩ |
૫૮૨ |
૩૯૫ |
૧૭૩૩ |
એમ્બ્યુલન્સ |
૫ |
૨૮ |
૮ |
૪ |
૭ |
૫૨ |
બસ |
૯ |
૩૮ |
૩૨ |
૩૦ |
૪૨ |
૧૨૧ |
ગુડ્સ |
૬૨૩ |
૧૭૩૩ |
૯૭૯ |
૧૨૫૧ |
૧૧૦૮ |
૫૬૯૪ |
મોટર |
૨૨૫૯૮ |
૫૯૬૧૯ |
૩૨૮૬૫ |
૩૩૮૪૪ |
૩૨૮૧૨ |
૧૮૧૭૩૮ |
મોપેડ |
૮૨૫ |
૨૭૫૯ |
૧૬૨૭ |
૧૧૬૮ |
૯૨૩ |
૭૨૬૨ |
મોટર કાર |
૩૯૪૭ |
૧૦૫૬૪ |
૫૮૪૪ |
૬૧૬૨ |
૫૫૬૬ |
૩૨૦૮૩ |
થ્રી |
૧૮૧ |
૩૦૫ |
૧૯૨ |
૩૨૨ |
૨૬૩ |
૧૨૬૩ |
થ્રી |
૩૦૧ |
૯૭૯ |
૩૭૯ |
૫૧૦ |
૪૮૮ |
૨૩૫૭ |