Ahmedabad Fire Incident: અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક જ્ઞાનદા સોસાયટીમાં એક AC ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક 10થી વધુ બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટના કારણે આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
માતા અને બાળકનું મોત
આગ લાગ્યા બાદ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી છે. નવરંગપુરા, પ્રહ્લાદનગર અને જમાલપુર વિસ્તારના ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ ઘટનાસ્થળેથી માતા અને બે વર્ષના બાળકને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જોકે મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેએ જીવ ગુમાવ્યો છે.
તંત્રની નાક નીચે રહેણાંક વિસ્તારમાં કઈ રીતે ચાલતું હતું ગોડાઉન?
પ્રાથમિક માહિતી અનુસાર રહેણાંક મકાનમાં જ ACનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું જેમાં આગ લાગી હતી. આગ લાગવાના સાથે મકાનમાં એક બાદ 10થી વધુ વખત બ્લાસ્ટ થયા જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ. ભીષણ આગની જ્વાળાઓએ આસપાસના વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા.
માનવામાં આવી રહી છે કે ગેસના બાટલાઓના કારણે આગ બાદ ધડાકા થયા હતા. જોકે સમગ્ર ઘટનામાં તપાસ બાદ જ સત્ય સામે આવશે.
આગ બાદ ભયાવહ દ્રશ્યો: