Gurpatwant Singh Pannun : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂ સામે નવો કેસ દાખલ ક્યો છે. પન્નૂ પર આરોપ છે કે, તેણે આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવતા રોકવા માટે ઈનામની જાહેરાત કરી હતી અને ભારત વિરુદ્ધ શીખ સમુદાયમાં અસંતોષ ફેલાવવાનું કામ કર્યું હતું.
પન્નૂનું PM અને લાલ કિલ્લા મુદ્દે વિવાદાસ્પદ નિવેદન
NIAની FIR મુજબ, પન્નૂ પ્રતિબંધિત સંગઠન ‘સિક્સ ફોર જસ્ટિસ’ (SFJ)નો જનરલ કાઉન્સેલ છે. પન્નૂએ આ ધમકી 10 ઓગસ્ટે પાકિસ્તાનના લાહોરમાં ‘મીટ ધ પ્રેસ’ કાર્યક્રમ દરમિયાન આપી હતી.