અમદાવાદ, બુધવાર
પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવોમાં ચિંતાજકન વધારો થઇ રહ્યો છે. કઠવાડામાં ગઇકાલે મોડી રાતે યુવક સોસાયટીના નાકે બેઠો હતો ત્યારે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે ટક્કર મારતાં યુવકનું કારના ટાયર નીચે કચડાતાં મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
કઠવાડામાં સોસાયટીના નાકે બેઠો હતો વાહન ચાલકે ટક્કર મારતાં ટાયર નીચે આવી જતાં માથું ફાટી ગયું ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી
કઠવાડા વિસ્તારમાં રહેતો યુવક ગઇકાલે જમી પરવારીના સોસાયટીના નાકે બેઠા હતા આ સમયે મોડી રાતે પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે પોતાના વાહનના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા યુવકને ટક્કર મારી હતી જેના કારણે યુવક કારના ટાયર નીચે આવી જતાં માથું ફાટી ગયું હતું.
આ બનાવની જાણ થતાં એમ્બ્યુંલન્સ આવતાં પહેલા લોહી લુહાણ હાલતમાં તરફીયા મારીને યુવકનું સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા જો કે અક્સ્માત કરીને વાહન લઇને ડ્રાઇવર ભાગી ગયો હતો. આ બનવા અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આસપાસમાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.