પાલીતાણા તાલુકામાં નૂતનસિંહ ગોહિલ દ્વારા પ્રેરીત ૩૮ ગામો અને ૧૦૮ કિ.મી.ની જનજાગૃતિ અંગે સુપોષણ જ્યોત પદયાત્રા યોજવામાં આવેલ જેમાં અનેક સાધુસંતો,સામાજિક,શૈક્ષણિક,રાજકિય આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
સમાજમાં સુપોષણ અંગે જાગૃતિ લાવવા માટે ભાજપના પૂર્વ અધ્યક્ષ નૂતનસિંહ ગોહિલ દ્વારા છેલ્લા ચાર મહિનાથી તાલુકાની દરેક આંગણવાડીમાં રૂબરૂ મુલાકાત લઈ કુપોષિત બાળકોની ચિંતા સેવી સુપોષણ અંગે જાગૃતિ લાવવા અભિયાન હાથ ધરાયેલ અને તે અભિયાનનાં અંતે દેશમાં પ્રથમવાર સુપોષણ જ્યોત પદયાત્રાનું આયોજન કરેલ અને તે અંતર્ગત તા.૨૨.૦૯.૨૦૨૫ ના પ્રથમ નોરતાના રોજ પાલીતાણા મહિલા કોલેજ ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા લીલીઝંડી આપી
પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવેલ જેમાં પૂર્વ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી,જીલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહજી ગોહિલ,મહામંત્રી ભરતભાઈ મેર,રાજુભાઈ ફાળકી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ.આ પદયાત્રા શહેરની મુખ્ય બજારમાં થઈ તાલુકાના ૩૮ ગામો ૧૦૮ કિ.મી ફરલ.આ પદયાત્રા દરમિયાન ગામડે-ગામડે નાની બાળાઓ અને મહિલાઓ દ્વારા તિલક કરી સામૈયા કરવામાં આવેલ
તેમજ ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ.આ યાત્રાના પ્રયોજક નૂતનસિંહ ગોહિલ દ્વારા આંગળવાડી બહેનોનું સન્માન કરવામાં આવેલ તેમજ સુપોષિત થયેલા બાળકોને પૌષ્ટિક આહારની કિટ આપી સન્માન કરવામાં આવેલ અને સુપોષણ અંગે ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપવામાં આવેલ અને તાલુકો સંપૂર્ણ સુપોષિત બને તેવો નિર્ધાર કરવામાં આવેલ.આમ પાંચમાં દિવસે તાલુકાના હણોલ ગામે આ પદયાત્રાનું સમાપન વાળુકડ ઉ.બુ.વિધાલયની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સમાપન થયેલ.
“એક પેડ મા કે નામ” ૧૦૮ ફળઝાડ નું વૃક્ષારોપણ આંગળવાડી માં કરવામાં આવેલ.
આ પદયાત્રા દરમિયાન અંદાજે ૧૧૦૦૦ લોકોએ સુપોષણ નો સંકલ્પ લીધો હતો.