Navratri 2025: ગુજરાતમાં હાલ અનેક શહેરોમાં મેઘરાજા ત્રાટક્યા છે. નવરાત્રિમાં વરસાદ પડતા મોટાભાગના મા ના ગરબા આજે(28 સપ્ટેમ્બર) રદ કરાયા છે. જેમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં સાતમા નોરતે વરસાદે રંગમાં ભંગ પાડ્યો છે. વરસાદના કારણે પાર્કિંગ તેમજ અન્ય વિસ્તારમાં પાણી ભરાવવાના કારણે આજના ગરબા રદ કરાયા છે. ગરબા ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિક પાથરી ગ્રાઉન્ડ બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ખેલૈયાઓને મુશ્કેલીના પડે તે માટે આયોજકોએ આ નિર્ણય લીધો છે.
વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે. ત્યારે આજે વડોદરામાં યુનાઈટેડ-વે, LVP, VNF, લક્ષ્મીવિલાસ પેલેસ સહિતના ગરબા રદ કરાયા છે. સુરતના કીમમાં મૈત્રી ગ્રુપના આજના ગરબા રદ કરાયા છે. જ્યારે અમદાવાદમાં કર્ણાવતી ક્લબના ગરબા રદ કરાયા છે.
અમદાવાદમાં ગરબા રદ
અમદાવાદમાં મુલાસણમાં કર્ણાવતી ક્લબ અને રિસોર્ટના ગરબી, દીવીના મંડળીના રાસ ગરબા, સાઉથ બોપલના લાભ ક્રિએશનના ગરબા રદ કરાયા છે.
આ પણ વાંચો: VIDEO : નવરાત્રિમાં મેઘરાજા બગડ્યાં, ડાંગ-તાપી સહિત 4 જિલ્લામાં ધોધમાર, નદીઓ ગાંડીતૂર
પંચમહાલમાં ગરબા રદ
રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે વરસાદ થતાં નવરાત્રિમાં વિવિધ પાર્ટીપ્લોટ ખાતે આયોજિત ગરબા રદ કરવામાં આવ્યા છે. જેમાં પંચમહાલમાં પોલીસ પરેડ ખાતે આયોજિત ગરબા આજે મોકૂફ રાખ્યા હોવાનું જિલ્લા પોલીસ દ્વારા જણાવામાં આવ્યું છે.