Jamnagar Gambling : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ચોક્કસ બાતમીના આધારે જામનગર તાલુકાના મોખાણા ગામની સીમ વિસ્તારમાં દરોડો પાડી, જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 12 શખ્સોની અટકાયત કરી લઇ રૂપિયા 3.46 લાખની માલ મતદાર કબજે કરી છે.
એલસીબીની ટુકડીએ પૂર્વ બાતમીના આધારે જામનગર નજીક મોખાણા ગામની સીમ વિસ્તારમાં રણજીતસાગર ડેમ નજીકના ભાગમાંથી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા જમીર વલીમામદ પિંજારા, સમીર હસનભાઈ પીંજારા સહિત 12 શખ્સોની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા 55,500 ની રોકડ રકમ ત્રણ, બાઈક અને એક રીક્ષા સહિત 3,46,000ની માલમતા કબજે કરી છે.