Jamnagar Health Department : જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ આજે તા.19/03/2025 ને બુધવારના રોજ પોતાની પડતર માંગણી અન્વયે એક દિવસ માસ સી.એલ. પર ઉતરીને ધરણા કર્યા છે.
ગુજરાત રાજ્ય નેશનલ હેલ્થ મિશન યુનિયનના જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ પગાર વિસંગતતા સહિતની પડતર માંગણીઓ અન્વયે તા.19/03/2025 રોજ એક દિવસ માસ સી.એલ.મૂકી ગાંધીનગર ખાતે ધરણા કર્યા છે.
ગત તા.16/03/24 ના રોજ કરવામાં આવેલ પગાર વધારાના પરિપત્રમાં તમામ કર્મચારીના બેઝ પે માં થયેલ વિસંગતતા તાત્કાલિક દૂર કરવા બાબત તેમજ તા.16/03/24 ના રોજ કરવામાં આવેલ પગાર વધારાના પરિપત્રમાં ઇન્ક્રીમેન્ટ પાંચ ટકા લેખે મળેલ છે તે વધારીને 15 ટકા કરવા બાબત, તા.15/11/18 તેમજ તા.16/03/24 ના પરિપત્રમાં સિનિયોરિટીને ધ્યાનમાં લેવામાં આવેલ નથી તેનો અમલ કરવા બાબત, પ્રસુતિની રજા 180 દિવસની મળે છે જેમાં 90 દિવસ પગારી અને 90 દિવસ બિનપગારી તો તેમાં સુધારો કરી 180 દિવસ કરી આપવા સહિતની માંગણીઓ કરવામાં આવી રહી છે.