Wakf bill: રાષ્ટ્રીય લોક દળ(RLD)ના રાજ્ય મહાસચિવ શાહઝેબ રિઝવીએ વક્ફ બિલને પાર્ટીના સમર્થનથી નારાજ થઈને તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક વીડિયો જાહેર કરીને જાહેરાત કરી અને પાર્ટી પ્રમુખ જયંત ચૌધરી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ‘તેઓ ભટકી ગયા છે. મુસ્લિમોએ જયંત ચૌધરીને પૂરા દિલથી ટેકો આપ્યો હતો, પરંતુ તેમણે સમુદાય સાથે ન્યાય ન કર્યો.
રિઝવીએ આરોપ લગાવ્યો હતો કે, ‘જયંત ચૌધરી ધર્મનિરપેક્ષતાના માર્ગથી ભટકી ગયા છે અને હવે તેમની નીતિઓ સમુદાયના હિતોની વિરુદ્ધ છે.