![]()
Jamnagar District Jail : જામનગરની જિલ્લા જેલમાં 2 ઓક્ટોબરથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેદી ભાઈ-બહેનો માટે યોગ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ આયોજનનો હેતુ કેદીઓને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનાવવાનો છે.
યોગ દ્વારા કેદીઓમાં આંતરિક શાંતિ, એકાગ્રતા અને સકારાત્મક વિચારોનો વિકાસ થાય તેવા ઉમદા આશય સાથે બોર્ડ દ્વારા આ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જેનું સંચાલન શારદાબેન ભુવા તેમજ હિંમતભાઈ ચાંદ્રા દ્વારા કરાયું હતું.










