SL Bhyrappa Dies : પ્રખ્યાત નવલકથાકાર અને લેખક એસ.એલ. ભૈરપ્પાનું બુધવારે (24 સપ્ટેમ્બર) બેંગલુરુની એક હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. તેમને બેંગલુરુની રાષ્ટ્રોત્થાન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બપોરે લગભગ 2.38 વાગ્યે તેમનું અવસાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પદ્મ ભૂષણથી સન્માનિત
એસ.એલ. ભૈરપ્પાને સંતેશ્વર લિંગન્નૈયા ભૈરપ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ એક પ્રખ્યાત કન્નડ નવલકથાકાર, દાર્શનિક અને પટકથા લેખક હતા. 1958માં તેમનો પ્રથમ નવલકથા ‘ભીમકાય’ પ્રકાશિત થઈ હતી અને ત્યારથી તેમણે લગભગ 25 નવલકથાઓ લખી હતી. ભૈરપ્પાને 2015માં સાહિત્ય અકાદમી પુરસ્કાર-2016માં પદ્મશ્રી અને 2023માં સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો અને જોવો વીડિયો : આટલો મોટો ભૂવો નહીં જોયો હોય, અચાનક જ આખો રસ્તો ગાયબ જ થઈ ગયો